Surya Grahan 2024: દુર્ભલ સંયોગ! સોમવતી અમાવસ્યા પર સૂર્ય ગ્રહ, આ લોકોને મળશે ધનલાભ

Somvati Amavasya 2024 Rashifal: વર્ષનું સૌથી પહેલું સૂર્ય ગ્રહણ સોમવતઈ અમાવસ્યા પર પડી રહ્યું છે. ચૈત્ર અમાવસ્યા પર સૂર્ય ગ્રહણ પડવું દુર્ભલ સંયોગ બની રહ્યો છે. આ રાશિઓ માટે ખૂબ શુભ સાબિત થઇ શકે છે. 
 

Surya Grahan 2024: દુર્ભલ સંયોગ! સોમવતી અમાવસ્યા પર સૂર્ય ગ્રહ, આ લોકોને મળશે ધનલાભ

Somvati Amavasya Lucky zodiac: ચૈત્ર અમાવસ્યાનો દિવસ હિંદુ ધર્મમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. જ્યારે અમાવસ્યા સોમવારે પડતી હોય છે તો તેને સોમવતી અમાવસ્યા કહે છે. ચૈત્ર અમાવસ્યા 8 એપ્રિલ સોમવારે છે અને આ દિવસે વર્ષ 2024 નું સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. સોમવતી અમાવસ્યાનો દિવસ ભગવાન શિવની પૂજા કરવા માટે, પવિત્ર નદીમાં સ્નાન અને જરૂરિયાતમંદોને દાન કરવા માટે વિશેષ હોય છે. સાથે જ આ દિવસે પિતૃદોષ દૂર કરવાના તર્પણ-શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા પર સૂર્ય ગ્રહણનું પડવું દુર્ભલ સંયોગ બનાવી રહી છે. એવમાં આ યોગ તમામ રાશિઓ પર વિશેષ પ્રભાવ પાડે છે. આવો જાણીએ કે સોમવતી અમાવસ્યા પર સૂર્ય પડવું કઇ રાશિઓ પર શુભ પ્રભાવ પાડશે. 

સૂર્ય ગ્રહણનો રાશિઓ પર શુભ પ્રભાવ

વૃષભ
સોમવતી અમાવસ્યા પર સૂર્યગ્રહણ થવાથી વૃષભ રાશિના લોકો માટે શુભ સમયની શરૂઆત થશે. હવે આ લોકોને ભાગ્યનો સાથ મળશે. તમને કામમાં સફળતા મળશે. આર્થિક લાભ થશે. અવરોધો દૂર થતાં તમને મોટી રાહત મળશે.

કન્યા
સોમવતી અમાવસ્યા અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સારો છે. આ લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની પ્રબળ તકો છે. વેપારી માટે પણ સમય શુભ છે. અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે. લવ લાઈફ સારી રહેશે.

તુલા
આ સૂર્યગ્રહણ તુલા રાશિના લોકોને ભારે લાભ આપી શકે છે. અત્યાર સુધી જે કામ બાકી હતું તે ઝડપથી આગળ વધશે. તમારું મન પ્રસન્ન રહેશે. ભાગ્ય દરેક પગલા પર તમારો સાથ આપશે. નવી નોકરી મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદેશ પ્રવાસની તકો છે. પૈતૃક સંપત્તિથી લાભ થશે.

મકર
સૂર્યગ્રહણ અને સોમવતી અમાવસ્યાનો મકર રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે. પૈસાના પ્રવાહના નવા રસ્તાઓ બનશે. અણધાર્યા લાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. નવી નોકરી માટે અરજી કરી શકો છો. તમારી વિચારસરણી સકારાત્મક રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news