ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફાસ્ટ બોલરોની પરીક્ષા થશેઃ આશીષ નેહરા
નેહરાએ જણાવ્યાં અનુસાર અનુસાર એડિલેડમાં શરૂ થઈ રહેલી શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને ઈશાંત શર્મા અંતિમ ઇલેવનમાં રહેશે જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવમાંથી કોઈ એકને પસંદ કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાનું માનવું છે કે, ભલે ભારતીય ફાસ્ટ બોલરોએ આ વર્ષે વિદેશની જમીન પર સારૂ પ્રદર્શન કર્યું હોય પરંતુ ઓસ્ટ્રેલિયાની મુશ્કિલ પરિસ્થિતિને કારણે આગામી શ્રેણી તેના માટે પડકારજનક રહેશે.
નેહરા 2003-04ના પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી 1-1થી ડ્રો રમનારી ભારતીય ટીમનો સભ્ય હતો. તેનું માનવું છે કે વર્તમાનમાં ફાસ્ટ બોલરોને સફળ થવાની ઈચ્છા છે પરંતુ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની તુલનામાં ત્યાં પરિસ્થિતિ જુદી હશે.
નેહરાએ કહ્યું, ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ભારત માટે આ સારી તક છે તેમાં કોઈ શંકા નથી. અમારી પાસે તેવું બોલિંગ આક્રમણ છે, જે તેને મુશ્કેલીમાં મુકી શકે છે. પરંતુ અમારે તે ન ભૂલવું જોઈએ કે ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ અલગ હશે જ્યાં વિકેટ સપાટ હોય છે અને ખૂબ ગરમી હોય છે.
તેણે કહ્યું, ઓસ્ટ્રેલિયામાં તેમને વધુ બાઉન્સ મળી શકે છે પરંતુ કૂકાબૂકાની સિલાઇ પૂરી થયા બાદ થોડી સ્વિંગ મળી શકશે. ત્યાં ઈંગ્લેન્ડની જેમ આખો દિવસ બોલ સ્વિંગ થતો નથી. એકવાર બાઉન્સ સાથે તાલમેલ બેસાડ્યા બાદ બેટ્સમેન આસાનીથી રમી શકે છે.
ઓસ્ટ્રેલિયાના મેદાન હંમેશા ફાસ્ટ બોલરો માટે ફિટનેસ સંબંધી પડાકર રજૂ કરે છે. નેહરાએ કહ્યું, ઈંગ્લેન્ડમાં જો તમારો ફાસ્ટ બોલર છ ઓવરના સ્પેલમાં બે વિકેટ લે તો કેપ્ટન વધુ વિકેટ મેળવવા બે કે ત્રણ ઓવર તેને આપે છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં હંમેશા આમ કરી શકાય નહીં.
નેહરાએ જણાવ્યાં અનુસાર અનુસાર એડિલેડમાં શરૂ થઈ રહેલી શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને ઈશાંત શર્મા અંતિમ ઇલેવનમાં રહેશે જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવમાંથી કોઈ એકને પસંદ કરી શકાય છે.
તેણે કહ્યું, મને નથી લાગતું કે ભુવનેશ્વર કુમાર પ્રથમ ટેસ્ટ મેચમાં રમશે. તેને કૂકાબૂરાની જૂના બોલથી થોડી મુશ્કેલી થાય છે કારણ કે તે ડ્યૂક કે એસજી ટેસ્ટની જેમ સ્વિંગ કે સીમ હોતી નથી.
નેહરાનું માનવું છે કે, ઉમેશ યાદવ પોતાની શાનદાર ફિટનેસ, અનુભવ અને કૌશલ્યથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેણે કહ્યું, તે શાનદાર બોલર છે અને ભારતીય ફાસ્ટ બોલરોમાં સૌથી વધુ ફિટ છે. ભારતીય પરિસ્થિતિમાં તેનું પ્રદર્શન તેનો પૂરાવો છે જ્યારે 65થી 70 ઓવર જૂના બોલથી પણ રિવર્સ કરાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે