SRH vs PBKS: 6 બોલ...29 રનની જરૂર, આશુતોષ-શશાંકની પાવર હિટિંગ, થ્રિલરથી ભરેલી રહી લાસ્ટ ઓવર

Ashutosh Sharma Shashank Singh: આઇપીએલ 2024 ના 23 મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચની અંતિમ ઓવર કોઇ થ્રિલર મૂવીથી ઓછી ન હતી. 6 બોલમાં 29 રન જોઇતા હતા, પરંતુ પંજાબના બેટ્સમેનોએ સરળતાથી હાર ન માની અને મેચને અંતિમ બોલ સુધી લઇ ગયા. 

SRH vs PBKS: 6 બોલ...29 રનની જરૂર, આશુતોષ-શશાંકની પાવર હિટિંગ, થ્રિલરથી ભરેલી રહી લાસ્ટ ઓવર

PBKS vs SRH Last Over: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઇપીએલ 2024 ના 23 મા મુકાબલામાં 2 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચની અંતિમ ઓવર કોઇ થ્રિલર મૂવી ઓછી ન હતી. હૈદરાબાદને 6 બોલમાં 29 રનની ડિફેન્સ કરવાના હતા. તેમછતાં પંજાબના આશુતોષ શર્મા અને શશાંક સિંહે તોફાની બેટીંગ કરતાં ફેન્સ અને હૈદરાબાદ ટીમના ધબકારા વધારી દીધા હતા. અંતિમ ઓવર જયદેવ ઉનડકટે ફેંકી. પંજાબ કિંગ્સની આ 5 મેચોમાં આ ત્રીજી હાર છે, જ્યારે હૈદરાબાદને 5 મેચોમાં ત્રીજી જીત મળી છે.   

છેલ્લી ઓવરમાં વધી ગયા ફેન્સના ધબકારા
પંજાબ કિંગ્સને આ મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. છેલ્લી મેચના હીરો શશાંક સિંહ અને આશુતોષ શર્મા ક્રિઝ પર હતા. જયદેવ ઉનડકટ બોલિંગ કરવા તૈયાર હતો. આશુતોષે ઓવરના પહેલા બોલ પર જબરદસ્ત સિક્સર ફટકારી. પછીના બે બોલ વાઈડ રહ્યા. ઓવરની બીજી લીગલ ડિલિવરી પર, આશુતોષે હવામાં ફાયર કરતાં સિક્સર ફટકારી. બંને બેટ્સમેનોએ ત્રીજા અને ચોથા બોલ પર 2-2 રન બનાવ્યા હતા. 

હવે છેલ્લા બે બોલ બાકી હતા અને 11 રનની જરૂર હતી. પછીનો બોલ ફરી વાઈડ ગયો. આશુતોષે 5માં બોલ પર સિંગલ લીધો હતો. અહીં હૈદરાબાદના ફેન્સે રાહતનો શ્વાસ લીધો, કારણ કે પંજાબને છેલ્લા બોલ પર 9 રન બનાવવાના હતા. જો સિક્સર ફટકારવામાં આવે તો પણ પંજાબ જીતી શકશે નહીં. એવું જ થયું, ઓવરમાં પહેલીવાર સ્ટ્રાઈક પર આવેલા શશાંકે સિક્સર ફટકારી પરંતુ ટીમ જીતથી દૂર રહી.

SRH માટે સૌથી નજીકની જીત (રનોની દ્રષ્ટિએ) 
2 રન vs પંજાબ કિંગ્સ મુલ્લાનપુર 2024 ( આ મેચમાં)
3 રન vs મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈ 2022
4 રન vs દિલ્હી કેપિટલ્સ દુબઈ 2014
4 રન vs રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વિઝાજૈગ 2016
4 રન vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અબુ ધાબી 2021

પંજાબ કિંગ્સ માટે સૌથી નજીકની હાર (રનોની દ્રષ્ટિએ) 
1 રન vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મોહાલી 2016
રન vs કોલકાતા નાઈટ રાઈડર્સ અબુ ધાબી 2020 
2 રન vs રાજસ્થાન રોયલ્સ દુબઈ 2021
2 રન vs સનરાઈઝર્સ હૈદરાબાદ મુલ્લાનપુર 2024 (આ મેચમાં)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news