કેપ્ટન કોહલી, કોચ શાસ્ત્રી અને ટીમ ઈન્ડિયા... T-20 વિશ્વકપમાં ત્રણેયની સફર થઈ સમાપ્ત
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાનની હાર બાદ ભારતની ટી20 વિશ્વકપના સેમીફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની જુગલબંધી છેલ્લીવાર નામીબિયા વિરુદ્ધ મેચમાં જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ની જોડી સોમવારે (8 નવેમ્બર 2021) છેલ્લીવાર એક સાથે મેદાન પર જોવા મળશે. કોહલી પહેલા જાહેરાત કરી ચુક્યો છે કે તે ટી20 વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે નહીં જ્યારે શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ વિશ્વકપ બાદ ખતમ થઈ જશે.
ભારત અને નામીબિયા (IND vs NAM T20) ની ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં સોમવારે આમને-સામને હશે. વિરાટ આ મેચમાં છેલ્લીવાર કેપ્ટનશિપ કરતો જોવા મળશે જ્યારે શાસ્ત્રી કોચના રૂપમાં છેલ્લીવાર જોવા મળશે.
ટીમ ઈન્ડિયા માટે નામીબિયા વિરુદ્ધ મેચ માત્ર એક ઔપચારિકતા છે. અફઘાનિસ્તાનની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ભારતીય ટીમની સેમીફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. ભારતનું હાલના ટી20 વિશ્વકપમાં પ્રદર્શન આશા પ્રમામે રહ્યું નથી.
કોહલી કેપ્ટન તરીકે અને શાસ્ત્રી કોચ તરીકે લગભગ 4 વર્ષથી એક સાથે કામ કરી રહ્યા હતા. આમ તો શાસ્ત્રી પ્રથમવાર ટીમ ઈન્ડિયાની સાથે 2014માં ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. વર્ષ 2017માં શાસ્ત્રીને ટીમ ઈન્ડિયાના ફુલ ટાઇમ કોચ બનાવવામાં આવ્યા હતા.
શાસ્ત્રી-કોહલીની જોડીએ કરી કમાલ
શાસ્ત્રી અને કોહલીની આગેવાનીમાં આરતે અનેક સિદ્ધિ હાસિલ કરી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવાની બોય કે ભારતને સતત નંબર વન ટેસ્ટ ટીમ બનાવી રાખવી. ટીમ ઈન્ડિયા વિદેશની ધરતી પર સતત સારૂ રમી છે.
પ્રથમ એશિયન ટીમ બની જેણે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં માત આપી. એકવાર નહીં બે-બે વાર. ભારતીય ટીમની આક્રમક રમત અને જીતની ભુખે ક્રિકેટ જાણકારોને ચોંકાવી દીધા હતા.
આઈસીસી ટ્રોફી જીતી શક્યા નહીં
ભારત કોહલીની આગેવાનીમાં આઈસીસી ટ્રોફી જીતી શકી નહીં. વર્ષ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં તેણે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ના 50 ઓવર વિશ્વકપમાં ભારતનો સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો.
તો પ્રથમ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયન્સની ફાઇનલમાં પણ કીવી ટીમે ભારતને પરાજય આપ્યો હતો. ભારતે છેલ્લે 2013માં કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે ફાઇનલમાં ઈંગ્લેન્ડને પરાજય આપી ટૂર્નામેન્ટ જીતી હતી.
ન્યૂઝીલેન્ડ શાનથી સેમીમાં, ભારતની આશા ખતમ
ટ્રેન્ટ બોલ્ટની આગેવાનીમાં બોલરોના દમદાર પ્રદર્શન અને કેપ્ટન કેન વિલિયમસનની રણનીતિક બેટિંગથી ન્યૂઝીલેન્ડ રવિવારે અહીં અફઘાનિસ્તાનને 8 વિકેટે પરાજય આપી સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. પરંતુ ભારતની આગળ વધવાની આશા સમાપ્ત થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે