TOKYO OLYMPICS 2020 માં ભારત આ ટોપના શૂટર્સ સાથે લગાવશે ગોલ્ડ પર નિશાન
ભારતીય શૂટર્સ TOKYO OLYMPICS 2020 માટે તૈયારી કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી તેઓ ક્રોએશિયામાં ટ્રેનિંગ કરી રહ્યા છે. ભારતીના કેટલાક શૂટર્સે 2021 ISSF WORLD CUPમાં પણ ભાગ લીધો હતો. જેમાં, ભારતે 4 મેડલ મેળવ્યા છે, જેમાં એક ગોલ્ડ મેડલનો સમાવેશ પણ થાય છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: 15 મેમ્બરની શૂટિંગ ટીમ 2021 ISSF WORLD CUP પછી ટોકિયો માટે રવાના થશે. જ્યારે, કેટલાક શૂટર્સ પોતાની કેટેગરીમાં વર્લ્ડ નંબર 1નો ખિતાબ મેળવી ચુક્યા છે. આ શૂટર્સ પોતાના ખિતાબ સાથે TOKYO OLYMPICSમાં ઉતરશે. જ્યારે, તેમનો આ ખિતાબ પુરી ટીમનો ઉત્સાહ વધારશે. ત્યારે, આ શૂટર્સ પાસેથી દેશના લોકો ગોલ્ડની આશા રાખી રહ્યા છે.
1. રાહી સરનોબત
રાહી સરનોબત ટોકિયો ઓલ્મિપિકમાં 25 મીટર એર પિસ્ટલ ઈવેન્ટ ભાગ લઈ રહી છે. જે હાલના સમયમાં પોતાની કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 છે. 30 વર્ષિય રાહીએ 2021 ISSF WORLD CUPમાં ભારતને ગોલ્ડ અપાવનાર એક માત્ર ભારતીય શૂટર છે. જ્યારે, રાહીએ મહિલા 10 મીટર પિસ્ટલ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. રાહી અત્યારસુધીમાં શૂટિંગ વર્લ્ડ કપમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી ચુકી છે. રાહી સરનોબત 2 વખત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ જીતી ચુકી છે. જ્યારે, રાહીના હાલના ફોર્મને જોઈને તેના પાસેથી દેશ ટોકિયો ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે.
India’s Rahi Sarnobat wins Gold Medal at the ISSF World Cup, Croatia in the 25 Mtr Pisol Women event. Congratulations @SarnobatRahi 👍 pic.twitter.com/YaSZLd2uaE
— Kiren Rijiju (@KirenRijiju) June 28, 2021
2. યશસ્વિની સિંહ દેસ્વાલ
23 વર્ષિય યશસ્વિની સિંહ દેસ્વાલે હાલમાં જ 2021 ISSF WORLD CUPમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. યશસ્વિની બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ 10 મીટર પિસ્ટલ કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બની ગઈ છે. યશસ્વિની સિંહ 2019ના ISSF WORLD CUPમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેના કારણે તેને ટોકિયો વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યો છે. યશસ્વિની ટોકિયો ઓલ્મિપિકના 2 ઈવેન્ટમાં ભાગ લેશે. તે 10 મીટર પિસ્ટલ ઈવેન્ડ અને 10 મીટર મિક્ષડ ટિમ ઈવેન્ટમાં ભાગ લેશે.
India’s Aishwary Pratap Singh Tomar makes 2nd final to finish sixth in Men’s 50M Rifle 3 Postions of the on going ISSF World Cup Rifle/Pistol/Shotgun stage in Osijek, Croatia@tapascancer
— DD News (@DDNewslive) June 27, 2021
3. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર
એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર હાલ 50 મીટર એર રાયફલના નંબર 1 શૂટર છે. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે અત્યારસુધીમાં ISSF WORLD CUPમાં 3 ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે. જ્યારે, ભારતીય લોકો તેની પાસે પણ TOKYO OLYMPICSમાંથી ગોલ્ડની આશા રાખી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે