માત્ર 1949 રૂપિયાનો નાનો કેમેરા, ઘરના દરેક ખૂણાનું ધ્યાન રાખશે, ઘનઘોર અંધારામાં પણ કરે છે ક્લિયર રેકોર્ડિંગ
Infrared Camera: ઈન્ફ્રારેડ કેમેરા રાતના સમયે પણ સારી રીતે વીડિયો રેકોર્ડ કરે છે. અને લોકો ઘરે તેનો ઉપયોગ કરીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરી શકે છે. આજ કારણ છે કે આ કેમેરાની ડિમાન્ડ ઘણી વધારે છે.
Trending Photos
Infrared Camera: વાઈફાઈ કેમેરા આજકાલ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. જોકે તેમાંથી મોટાભાગના કેમેરાની કિંમત ઘણી વધારે હોય છે અને આજ કારણ છે કે લોકો તેને ખરીદી શકતા નથી. જેનાથી લોકો પોતાના ઘરે સસ્તા કેમેરા લગાવી દે છે. જેમાં દિવસ દરમિયાન તો બધું વીડિયોમાં દેખાય છે પરંતુ રાતના સમયમાં જે અંધારુ જરૂરિયાત કરતાં વધારે હોય છે. તે સમયે વીડિયોમાં કંઈપણ દેખાતું નથી. જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. આવું તમારી સાથે ન થાય તે માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માર્કેટમાં કયા એવી સીસીટીવી કેમેરા છે જે એચડી ક્વોલિટીમાં વીડિયો બનાવે છે. આવા જ એક સીસીટીવી કેમેરા છે જે આકારમાં ઘણો નાનો છે અને આજ કારણે તે ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકાય છે અને તેને અલગથી ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત પડતી નથી.
આ પણ વાંચો:
કયો છે કેમેરા:
જે કેમેરા વિશે અમે વાત કરી રહ્યા છીએ તે હકીકતમાં સીપી પ્લસનો ફૂલ એચડી સ્માર્ટ વાઈફાઈ કેમેરા છે. જે આકારમાં અત્યંત નાનો છે અને તમે તેને ટેબલથી લઈને ફ્રીજ પર ગમે ત્યાં રાખી શકો છો. આ કેમેરાની રેન્જ ઘણી સારી છે અને તે ફૂલ એચડી વીડિયો રેકોર્ડ કરે છે. ખાસ વાત એ છે કે આ કેમેરાની મદદથી તમે 360 ડિગ્રી પર વીડિયો રેકોર્ડ કરી શકો છો, સાથે જ તેને લાઈવ પણ જોઈ શકો છો. આ કેમેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બંને તરફથી વાતચીત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ મોશન સેન્સરની સાથે આવે છે અને જેવી કોઈ હલચલ થાય છે તે એક્ટિવ થઈ જાય છે. વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ થઈ જાય છે. કેમ કે અનેક વખત ચોરની ગતિવિધિ પણ આવી જ હોય છે. એવામાં આ દમદાર ફીચર છે.
આ પણ વાંચો:
આ કેમેરા કેટલો મોટો છે:
જો વાત કરીએ કેમેરાના આકારની તો તે લગભગ 11 સેન્ટીમીટર લાંબો છે અને લગભગ 9 સેન્ટીમીટર પહોળો છે. જેનાથી તમે સમજી શકો છો કે તે કેટલી જગ્યા રોકતો હશે. તે વજનમાં એકદમ હળવો છે. પરંતુ તેની બોડી ઘણી મજબૂત છે. જેનાથી જો તે પડી જાય તો તેની બોડી પર કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. કેમેરા શાનદાર હોવાના કારણે ગ્રાહક તેને માત્ર 1949 રૂપિયાનો ખર્ચ કરીને પોતાના ઘરે લાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ કેમેરામાં અનેક અન્ય ફીચર્સ પણ છે. આ ફીચર્સનો ઉપયોગ તમે એપની મદદથી કરી શકો છો. જો તમે અંધારામાં પણ રેકોર્ડિંગ કરવા ઈચ્છો છો તો આ કેમેરા નાઈટ વિઝનની સાથે આવે છે. જેની મદદથી તમે ગાઢ અંધારામાં પણ લોકોની દરેક હિલચાલ પર નજર રાખી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે