ફટાકડા ઉત્પાદકોને ત્યાં તોડ કરતા બોગસ પત્રકારોનો ત્રાસ
અમદાવાદથી મહેદાવાદ રોડ પર આવેલુ વાંચ ગામ પોતાના ફટાકડાના ઉત્પાદન માટે ખૂબ જાણીતુ છે. હાલમાં જ્યારે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાપ્રમાણમાં ફટકડા બની રહ્યા છે. પરંતુ તહેવારના આ મોકાનો લાભ લઇને હાલમાં વિવિધ પોલીસકર્મીઓ અને બોગસ પત્રકારો, ફટાકડાના વેપારીઓને બ્લેકમેલીંગ કરીને મફતના ફટાકડા અથવાનો નાણાકીય વ્યવહાર કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે ફટાકડા વિક્રેતાઓએ આ મામલે તંત્ર પાસે આવા લોકો સામે પગલા લેવાની માંગ કરી છે.