સોમાલિયામાં આત્મઘાતી હુમલાખોરે બોમ્બથી પોતાનું વાહન ઉડાવ્યું, ભીષણ વિસ્ફોટમાં 90ના મોત
સોમાલિયા (Somalia) ની રાજધાની મોગાદિશુ (Mogadishu) માં આજે એક તપાસ ચોકી પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (Car Bomb Blast) માં ઓછામાં ઓછા 90 લોકોના દર્દનાક મોત થયાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ સરકારના પ્રવક્તા ઈસ્માઈલ મુખ્તાર ઉમરે કહ્યું કે અફગોઈ રોડ પર એક પોલીસ તપાસ ચોકીની પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને ઉડાવી દીધુ.
Trending Photos
મોગાદિશુ: સોમાલિયા (Somalia) ની રાજધાની મોગાદિશુ (Mogadishu) માં આજે એક તપાસ ચોકી પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (Car Bomb Blast) માં ઓછામાં ઓછા 90 લોકોના દર્દનાક મોત થયાં. મૃત્યુઆંક વધતો જાય છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ સરકારના પ્રવક્તા ઈસ્માઈલ મુખ્તાર ઉમરે કહ્યું કે અફગોઈ રોડ પર એક પોલીસ તપાસ ચોકીની પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને ઉડાવી દીધુ.
ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ આ ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 76 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રસ્તા પર આવેલી ટેક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને વિસ્ફોટ કરાયો.
તેમણે કહ્યું કે અધિકારી રસ્તામાં પસાર થતા વાહનોની તપાસ કરી રહ્યાં હતાં. ત્યારે જ એક કારમાં ભીષણ વિસ્ફોટ થયો અને અનેક લોકો માર્યા ગયાં. હુમલાની જવાબદારી જો કે હજુ સુધી કોઈ પણ આતંકવાદી જૂથે લીધી નથી.
જુઓ LIVE TV
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ 2012માં અલકાયદા પ્રત્યે નિષ્ઠા જતાવી ચૂકેલા આતંકવાદી સંગઠન અલ શબાબે મોગાદિશુમાં વારંવાર હુમલા કર્યા છે. મધ્ય અને દક્ષિણ સોમાલિયાના કેટલાક ભાગો પર અલકાયદાનું નિયંત્રણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે