બ્રિટનની કોર્ટે તિહાડ જેલને ગણાવી સુરક્ષિત, માલ્યાનું થશે પ્રત્યાર્પણ?
બ્રિટનની એક કોર્ટે વિજય માલ્યા મામલે ભારતની તિહાડ જેલને સુરક્ષિત ગણાવી છે.
Trending Photos
નવી દિલ્હી: બ્રિટનની એક કોર્ટે વિજય માલ્યા મામલે ભારતની તિહાડ જેલને સુરક્ષિત ગણાવી છે. ક્રિકેટ મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે તિહાડ જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યાર્પણ થઈ શકે છે. આવામાં બ્રિટનની કોર્ટનો આ ચુકાદો વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસ માટે પણ મહત્વનો સાબિત થઈ શકે છે.
લંડન હાઈકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે પોતાના ચુકાદામાં કહ્યું કે દિલ્હી સ્થિત તિહાડ જેલમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલાના જીવને કોઈ જોખમ નથી. અત્રે જણાવવાનું કે આ અગાઉ ભારત તરફથી ચાવલાની સારવાર માટે ભરોસો જતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ લંડન હાઈકોર્ટે આ વાત કરી. એક્સપર્ટનું માનવું છે કે લંડન હાઈકોર્ટના આ ચુકાદાની અસર વિજય માલ્યા કેસ ઉપર પણ થશે. આ મામલે નવા ચુકાદા માટે કેસ વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાન્સફર થશે.
વિદેશ મંત્રી લેશે અંતિમ નિર્ણય
બ્રિટનના વિદેશ મંત્રી ચાવલા પ્રત્યાર્પણ કેસમાં છેલ્લો નિર્ણય લેશે. પરંતુ તેને હાઈકોર્ટમાં પડકારી શકાશે. એટલું જ નહીં ત્યારબાદ લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ નિર્ણયને પડકારી શકાશે. આવામાં ચાવલાના તરત પ્રત્યાર્પણની વાત ક્યારે થશે તેના ઉપર સવાલો ઊભા થાય છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે માલ્યા કેસમાં પણ તેની અસર પડશે.
ભારતીય જેલને ગણાવી હતી અસુરક્ષિત
અત્રે જણાવવાનું કે વિજય માલ્યા સતત એ ગાણું ગાઈ રહ્યાં છે કે ભારતની જેલો અસુરક્ષિત છે અને ત્યાં તેમને જીવનું જોખમ છે. આવામાં હવે બ્રિટિશ કોર્ટમાંથી તેમને પ્રત્યાર્પણની મંજૂરી મળી શકે છે. માલ્યાએ વીડિયો જારી કરીને પણ અનેકવાર કહ્યું છે કે ભારતની જેલોમાં તેમને જીવનું જોખમ છે. આ મુદ્દે તેઓ કોર્ટમાં પણ પહોંચ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે