‘ડંકી ફ્લાઈટ’નું ખૂલી ગયું રહસ્ય! આ ગુજરાતીએ જાહેર કરી દીધો ડેન્ઝર પ્લાન

આ કેસની તપાસ કરી રહેલી પોલીસ અધિકારીઓ પણ અચંભામાં પડી ગયા હતાં. એક સાથે આટલાં બધા લોકોને ફસાવવા કઈ રીતે ઘડવામાં આવ્યો પેતરો એ પણ જાણવા જેવું છે.

‘ડંકી ફ્લાઈટ’નું ખૂલી ગયું રહસ્ય! આ ગુજરાતીએ જાહેર કરી દીધો ડેન્ઝર પ્લાન

નવી દિલ્લીઃ ફ્રાન્સમાં પકડાયેલા વિમાન બાદ ગુજરાત હાલમાં હોટ ટોપિક છે. ડોન્કી ફ્લાઇટ કેસની તપાસ કરી રહેલી CIDએ જણાવ્યું હતું કે ગુજરાતના આ 66 લોકો મુખ્યત્વે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ જિલ્લાના છે અને તેમાં કેટલાક સગીરો પણ છે. જેમણે અમેરિકા જવા માટે 60 થી 80 લાખ રૂપિયાની રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. ફ્રાન્સથી માનવ તસ્કરીની શંકાના આધારે પરત મોકલવામાં આવેલા મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆની ફ્લાઇટમાં સવાર ગુજરાતના 66થી વધુ લોકો ઇમિગ્રેશન એજન્ટને 60-80 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર હતા. જેના બદલામાં એજન્ટ તેમને લેટિન અમેરિકા પહોંચાડી ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવામાં મદદ કરવાનો હતો. 

એક અઠવાડિયા પહેલા, નિકારાગુઆ જનાર એરબસ A340 પ્લેનને માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સમાં ચાર દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવ્યું હતું. વિમાનમાં 260 ભારતીયો સહિત 303 મુસાફરો સવાર હતા. તે પ્લેન 26 ડિસેમ્બરની વહેલી સવારે મુંબઈ પરત ફર્યું હતું. સ્ટેટ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID – ક્રાઇમ અને રેલવે) ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ મુસાફરોમાં, 66 ગુજરાતના લોકો હતા, જેઓ રાજ્યમાં તેમના વતન પહોંચી ચૂક્યા છે.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર ગુજરાતના આ 66 લોકો મુખ્યત્વે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ જિલ્લાના છે અને તેમાં કેટલાક સગીરો પણ છે. "અમે તેમાંથી 55ની પૂછપરછ કરી છે અને તેમના નિવેદનો નોંધ્યા છે," મોટાભાગનાએ ધોરણ 8 થી 12 સુધી અભ્યાસ કર્યો છે. "તેમાંના દરેકે કબૂલાત કરી હતી કે તેઓ દુબઈ થઈને નિકારાગુઆ પહોંચ્યા પછી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવામાં મદદ કરવા માટે સ્થાનિક ઈમિગ્રેશન એજન્ટને 60 લાખથી 80 લાખ રૂપિયા ચૂકવવા સંમત થયા હતા."

15 એજન્ટો સામે ગુજરાતમાં કાર્યવાહી-
રાજ્ય સીઆઈડીએ અત્યાર સુધીમાં લગભગ 15 એજન્ટોના નામ અને ફોન નંબર એકત્રિત કર્યા છે જેમણે આ 55 લોકોને વચન આપ્યું હતું કે તેઓ યુએસ-મેક્સિકો બોર્ડર દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવામાં મદદ કરશે. “આ એજન્ટોએ આ 55 લોકોને અમેરિકા પહોંચ્યા પછી જ પૈસા ચૂકવવાનું કહ્યું હતું. આ એજન્ટોએ આ પ્રવાસીઓને કહ્યું કે તેમના લોકો તેમને નિકારાગુઆથી યુએસ બોર્ડર પર લઈ જશે અને તેઓ તેમને સરહદ પાર કરવામાં મદદ કરશે. એવું પણ બહાર આવ્યું છે કે આ એજન્ટોએ આ મુસાફરો માટે એર ટિકિટ બુક કરાવી હતી અને કોઈપણ કટોકટીનો સામે લડવા માટે તેમને $1000-3000 આપ્યા હતા.

સીબીઆઈ કરી રહી છે તપાસમાં મદદ-
CID દ્વારા મંગળવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, એજન્ટની રણનીતિના ભાગરૂપે આ 66 લોકો 10 થી 20 ડિસેમ્બરની વચ્ચે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીથી દુબઈ ગયા હતા. એજન્ટની સૂચના પર, આ મુસાફરો 21 ડિસેમ્બરના રોજ ફુજૈરાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નિકારાગુઆ માટે ખાનગી એરલાઇનની ફ્લાઇટમાં સવાર થયા હતા. નિવેદન અનુસાર, સીઆઈડીએ આ 55 લોકો માટે દુબઈના વિઝા મેળવનાર એજન્ટ વિશે વધુ માહિતી અને તેમના બેંક ખાતાની વિગતો કે જેમાંથી એજન્ટે વિઝા ફી ચૂકવી હતી તે અંગે વધુ માહિતી એકત્ર કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) પાસેથી મદદ માંગી છે. 

આ એજન્ટોએ દુબઈથી નિકારાગુઆના વિઝા કેવી રીતે મેળવ્યા, કોણે દુબઈથી તેમની ફ્લાઈટ્સ બુક કરી અને આ મુસાફરોની ટિકિટ માટે કોણે ચૂકવણી કરી તે શોધવા માટે સીઆઈડીએ સીબીઆઈની મદદ પણ માંગી છે. આ પ્લેન રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સનું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news