Pink Diamond: આ ગુલાબી હીરાએ દુનિયાભરમાં જગાવી ચર્ચા, દુનિયાના સૌથી મોટા હીરા વિશે જાણો

આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે.

Pink Diamond: આ ગુલાબી હીરાએ દુનિયાભરમાં જગાવી ચર્ચા, દુનિયાના સૌથી મોટા હીરા વિશે જાણો

નવી દિલ્લીઃ આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.

10 હજારમાંથી એક હીરાનો રંગ ગુલાબી-
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.દુનિયાનો સૌથી મોંઘો હીરોઃ
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news