US Election LIVE: બાઇડેને કહ્યું- પરિવર્તન માટે થયું રેકોર્ડબ્રેક મતદાન, અમે જીતવા જઇ રહ્યા છીએ
અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election) ને લઇને વોટોની ગણતરી ચાલુ છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન (Joe Biden)જીતની ખૂબ નજીક પહોંચી ગયા છે અને તેમણે પરિણામો બાદ હિંસાની આશંકા વ્યક્ત કરી છે.
Trending Photos
વોશિંગટન: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election) ને લઇને વોટોની ગણતરી ચાલુ છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન (Joe Biden)જીતની ખૂબ નજીક પહોંચી ગયા છે અને તેમણે પરિણામો બાદ હિંસાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિને સુરક્ષા આપનાર એજન્સી સીક્રેટ સર્વિસ (Secret Service) એ જો બાઇડેનની સુરક્ષા વધારી દીધી છે.
હિંસાની આશંકાને જોતાં વધારવામાં આવી સુરક્ષા
રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જો બાઇડેનએ પણ કહ્યું કે પરિણામ આવ્યા પછી હિંસા થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખતાં રાષ્ટ્રપતિની સુરક્ષાના સ્તરને વધારવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જો બાઇડેન આજે પોતાના ચૂંટણી કાર્યાલયથી જીતની જાહેરાત કરી શકે છે. એવામાં કોઇ પણ હિંસાનો સામનો કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
જીતની નજીક પહોંચ્યા જો બાઇડેન
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડેને અત્યાર સુધી 263 ઇલેક્ટોરલ વોટ્સ પ્રાપ્ત કર્યા છે અને બહુમતથી ફક્ત 7 વોટ દૂર છે, તો બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)પાસે 214 ઇલેક્ટોરલ વોટ્સ છે. જીત માટે કોઇપણ ઉમેદવારને 270 ઇલેક્ટોરલ વોટ્સની જરૂર હોય છે.
અમે જીતવા જઇ રહ્યા છીએ: બાઇડેન
આ દરમિયાન ચૂંટણીને લઇને જો બાઇડેનએ કહ્યું કે 'ફેરફાર માટે રેકોર્ડ મતદાન થયું છે અને અમે તેને જીતવા જઇ રહ્યા છીએ. અમે નેવાદામાં આગળ જઇ રહ્યા છીએ અને અમે પેન્સિલવેનિયામાં થોડા પાછળ છીએ. અત્યાર સુધી સૌથી વધુ વોટ મળ્યા છે. હું ગત 24 વર્ષોમાં એરિજોનામાં જીતનાર પ્રથમ ડેમોક્રેટિક છું. તેમણે આગળ કહ્યું કે લોકોએ જળવાયુ પરિવર્તન માટે મતદાન કર્યું છે. અમે અંતિમ પરિણામોની રાહ જોઇ રહ્યા છીએ.
પહેલા દિવસથી કામ કરવાની યોજના
જો બાઇડેને કહ્યું કે 'અમે પહેલાં જ કામ શરૂ કરી દીધું છે. અમે સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને અમે પહેલાં દિવસથી કોરોના માટે યોજનાઓને શરૂ કરાવવાનું શરૂ કરી દઇશું. અમે દરેક સંભવ લોકોની જીંદગીને બચાવશે. આ સાથે જ તેમણે કહ્યું કે 'અમે અર્થવ્યવસ્થાની રિકવરી માટે યોજના બનાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે