માથુ કપાયા પછી પણ 9 દિવસ જીવે છે આ જીવ! નાકથી નથી લેતો શ્વાસ, તમારા ઘરમાં પણ હશે...
Amazing Facts : દુનિયાભરમાં અનેક જીવજંતુઓ હોય છે. મોટાભાગના જીવોનું જીવન તેના મસ્તિસ્ક સાથે જોડાયેલું હોય છે. જો તેના માથાને વધુ ઈજા પહોંચે તો તે જીવિત રહેતા નથી. પરંતુ એક જીવ એવો છે જેનું માથુ કાપી નાંખો તો પણ તે 9 દિવસ જીવિત રહેશે....જાણીએ વિગતવાર...
Trending Photos
Amazing Facts : કરોડો જીવ કરતા અલગ છે આ જીવ. જે માથા વિના પણ રહેશે લાંબા સમય સુધી જીવિત. કેવી છે તેના શરીરની રચના શું છે ખાસિયત જાણો. દુનિયાભરમાં અનેક જીવજંતુઓ હોય છે. મોટાભાગના જીવોનું જીવન તેના મસ્તિસ્ક સાથે જોડાયેલું હોય છે. જો તેના માથાને વધુ ઈજા પહોંચે તો તે જીવિત રહેતા નથી. પરંતુ એક જીવ એવો છે જેનું માથુ કાપી નાંખો તો પણ તે 9 દિવસ જીવિત રહેશે...કોકરોચ (Cockroach) જોઈને જ લોકો ભાગવા લાગે છે, તો કેટલાકને જોઈને ચીતરી ચઢે છે. આજે તમને કોકરોચ (વંદો) વિશે એવી અમેઝીંગ માહિતી આપીશં, જે તમે પહેલા ક્યારેય નહિ સાંભળી હોય.
નાકથી નથી લેતો શ્વાસઃ
બહુ ઓછા લોકો આ જાણતા હશે કે કોકરોચ (Amazing Facts about Cockroach) ને હિન્દીમાં તિલચટ્ટા કહેવાય છે. કોકરોચનું માથુ કપાયા બાદ પણ તે લગભગ 9 દિવસો સુધી જીવિત (Cockroach Death) રહી શકે છે. જો તેનુ માથુ કાપી લેવામાં આવે તો તે 9 દિવસ જીવી શકે છે અને તેના પગ સતત હલતા રહે છે. આ વાત પર તમને આશ્ચર્ય થશે કે આખરે માથા વગર તે શ્વાસ કેવી રીતે લેતુ હશે. પણ આ કોઈ ચમત્કાર નથી. કારણ કે, તેના શરીરની રચનાની એક ખાસિયત હોય છે. હકીકતમાં કોકરોચ પોતાના નાકથી શ્વાસ નથી લઈ શકતુ. પરંતુ તેના શહેરમાં નાના નાના અનેક છીદ્ર હોય છે. આ છીદ્રમાંથી તે શ્વાસ લે છે. તેથી માથુ કપાયા બાદ પણ તે જીવિત રહે છે. માથુ કપાયા બાદ પણ 9 દિવસ જીવે આ વંદો, દર 15 મિનિટે પાદે છે...
હંમેશા આ હોય છે મોતનું કારણ-
તમને એવો સવાલ થશે કે જો તેને શ્વાસ લેવાની જરૂર પડતી નથી, તો તે મરી કેમ જાય છે. હકીકત એ છે કે, માથુ કપાયા બાદ કોકરોચ 9 દિવસ એટલા માટે જીવિત રહે છે કે, તે ખાવા-પીવાનું કામ તો પોતાના માથાથી જ કરે છે. કોકરોચ પોતાના શરીરમાં મોટી માત્રામાં પ્રોટીન એકઠુ કરીને રાખે છે. જેથી જ્યારે તેનુ માથુ કપાઈ જાય છે તો તે 9 દિવસ સુધી તેના સહારે જીવિત રહી શકે છે. પરંતુ બાદમાં તે ભૂખ અને તરસને કારણે મરી જાય છે.
વંદાથી બચવા કરો આ ઉપાયઃ
1. તજ પત્તાનો શ્રેષ્ઠ ઉપાય:
તજ પત્તાને નાના-નાના ભાગમાં તોડીને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખી દો. તજ પત્તાની ગંધથી પણ વંદા ભાગી જાય છે. તજ પત્તા સિવાય ફુદીનાના પત્તાને પણ ઘરમાં રાખીને વંદાથી છૂટકારો મેળવી શકો છો. તમે ઈચ્છો છો બંને પત્તાને મિક્સ પણ કરી શકો છો.
2. બેકિંગ સોડાનો ઉપયોગ:
વંદાને ભગાવવા માટે તમે બેકિંગ સોડામાં થોડી ખાંડ મિક્સ કરીને ત્યાં રાખી દો જ્યાંથી વંદા આવતા હોય. તમે બેકિંગ સોડા અને ખાંડને મિક્સ કરીને સ્પ્રે પણ કરી શકો છો. આવું કરવાથી બધા વંદા સરળતાથી ભાગી જશે.
3. ફૂદીનાના તેલ અને મીઠાનો ઉપાય:
ફૂદીનાના તેલમાં મીઠું અને પાણી મિક્સ કરીને વંદા આવતાં હોય તે જગ્યા પર સ્પ્રે કરી દો. તેનાથી વંદા ફરી તમારા ઘરમાં નહીં આવે.
4. લવિંગ અને લીમડાનો ઉપાય:
લવિંગની તીવ્ર વાસથી વંદા ભાગી જાય છે. તેના માટે લગભગ 20થી 25 લવિંગને વાટી નાંખો. હવે તેમાં લીમડાના તેલના કેટલાંક ટીપા નાંખીને તેનો સ્પ્રે કરો. તેની સાથે તમે લવિંગના પાવડરને લીમડાના તેલમાં મિક્સ કરીને તેને વંદા જ્યાંથી આવતા-જતા હોય ત્યાં મૂકી શકો છો.
5. કેરોસીનનો ઉપયોગ:
આજકાલ શહેરોમાં કેરોસીન મળતું નથી. પરંતુ તેમ છતાં જો તમને ક્યાંયથી કેરોસીન મળી જાય તો વંદાએ જ્યાં અડિંગો જમાવી દીધો હોય ત્યાં કેરોસીનનો સ્પ્રે કરો. આ સૌથી મોટો ઉપાય છે.
6. તિરાડને ભરી દો:
ઘરમાં રહેલી તિરાડ કીડી, મંકોડા, વંદાનું ઘર હોય છે. એવામાં તમારે ભોંયતળિયું અને કિચન સિંકમાં રહેલી તિરાડોને વ્હાઈટ સિમેન્ટની મદદથી ભરી દેવી જોઈએ. કેમ કે આ તિરાડમાં વંદા છૂપાઈને રહે છે અને ઈંડા આપે છે. તિરાડ બંધ થઈ જતાં વંદાને જગ્યા મળતી નથી. અને તે જાતે જ ઓછા થઈ જાય છે.
ચીન અને થાઈલેન્ડમાં લોકો તેને ફ્રાય કરીને ખાય છે-
જો તમારી પાસે કોકરોચ આવે તો તમે ચીડાઈ જતા હશો. પરંતુ આપણા પાડોશી દેશ ચીન તથા થાઈલેન્ડમાં લોકો તેને તળીને ખાય છે. કોકરોચ ઈચ્છે તો પોતાનો શ્વાસ 40 મિનિટ સુધી રોકી શકે છે. આ કારણે કોકરોચ પાણીની અંદર 30 મિનિટ જીવિત રહી શકે છે. કોકરોચનું જીવન એક વર્ષનું હોય છે. તે પ્રતિ સેકન્ડ 5 મીટરની સ્પીડથી દોડી શકે છે.
તૂટ્યા બાદ તેના પગ ફરી આવે છે-
કોકરોચના 18 પગ હોય છે. જેમ માણસના માથા પર વાળ ઉગે છે, તેમ જ કોકરોચનો એક પગ તૂટી જાય તો તે પરત ઉગી નીકળે છે. સાઉથ અમેરિકામાં વિશ્વનો સૌથી મોટો 6 ઈંચનો કોકરોચ મળી આવ્યો હતો. બાકી તો નોર્મલ કોકરોચ બે ઈંચ જેટલો હોય છે. મજેદાર વાત તો એ છે કે, કોકરોચન દારૂ બહુ જ પસંદ છે.
તે 33 પ્રકારના બેક્ટેરીયા ફેલાવે છે-
કોકરોચ બધુ જ ખાઈ શકે છે. તે સાબુ, દીવાલ પરની પરત, પુસ્તક, ચામડું, ગ્રીસ એટલી હદ કે તે તમારા વાળ પણ ખાઈ શકે છે. બાળકોમાં એલર્જિ અને અસ્થમા માટે સૌથી વધુ જવાબદાર કોકરોચ હોય છે. તે 33 અલગ અલગ પ્રકારના બેક્ટેરીયા ફેલાવે છે.
આ વાત તો સાવ અલગ છે કે, કોકરોચ સૌથી વધુ પાદ્ય જીવમાંથી એક છે. તે દર 15-15 મિનિટની અંદર પાદ્યા કરે છે. અંદાજે 12 થી 30 કરોડ વર્ષ પહેલા કોકરોચ ધરતી પર આવ્યા હતા. દુનિયાભરમાં કોકરોચની 4600 થી વધુ પ્રજાતિઓ છે. માત્ર 30 પ્રજાતિઓ જ માણસની વચ્ચે નિવાસ કરે છે. ગરોળી, કરોળિયું કોકરોચના જાની દુશ્મન છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે