World Television Day: જાણો ટીવીનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations)એ ડિસેમ્બર 1996મા 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, કારણ કે આ દિવસે વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપના થઈ હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ટેલિવિઝન (Television)નો સંઘર્ષ, ઉપયોગિતા, ભવિષ્ય વગેરે પર ચર્ચા કરવા માટે દર વર્ષે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે (World Television Day)ની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી ટેલિવિઝનની સફર ખુબ રોમાંચક રહી છે અને તે બ્લેક એન્ડ વ્હાઇટથી ાજના સમયમાં સ્માર્ટ ટીવી (Smart TV) સુધી પહોંચી ગયું છે.
ક્યારે થઈ હતી વર્લ્ડ ટેલિવિઝન ડેની શરૂઆત
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations)એ ડિસેમ્બર 1996મા 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે 1996મા જ 21 નવેમ્બરના પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપના કરવામાં આવી અને તેની યાદમાં વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કેમ કરવામાં આવી ટેલિવિઝન ફોરમની સ્થાપના
વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપનાનો ઉદ્દેશ્ય એક એવુ મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો, જ્યાં ટીવીના મહત્વ પર વાત કરી શકાય. આ દિવસે સંચાર અને વૈશ્વિકરણમાં ટેલિવિધન નાટકોની ભૂમિકા વિશે લોકોમાં જાગરૂકતા વધારવા માટે સ્થાનીક અને વૈશ્વિક સ્તરે બેઠકો થતી હતી.
બે ચિપસેટ અને 5100mAh બેટરી સાથે દમદાર ફોન લોન્ચ, જાણો ભાવ
ક્યારે થઈ હતી શોધ
વર્ષ 1927મા અમેરિકી વૈજ્ઞાનિક જોન લોગી બેયર્ડે ટેલિવિઝનની શોધ કરી હતી, પરંતુ તેને ઇલેક્ટ્રોનિક રૂપ આપવામાં સાત વર્ષનો સમય લાગ્યો અને વર્ષ 1934મા ટીવી સંપૂર્ણ રીતે તૈયાર થયું. ત્યારબાદ 3 વર્ષની અંદર ઘણા આધુનિક ટીવી સ્ટોશનો ખોલવામાં આવ્યા અને ટીવી લોકોના મનોરંજનનું સાધન બની ગયું.
ભારતમાં ક્યારે આવ્યું ટીવી
1934મા ટીવી આવ્યા બાદ ભારત સુધી તેને પહોંચવા માટે 16 વર્ષ લાગી ગયા અને પ્રથમવાર 1950મા તે ભારત આવ્યું. જ્યારે એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ પ્રદર્શનમાં ટેલિવિઝનને જોયું. 15 સપ્ટેમ્બર 1959ના સરકારી પ્રસારક તરીકે દૂરદર્શન (Doordarshan)ની સ્થાપના થઈ. દૂરદર્શનની શરૂઆતના સમયમાં તેમાં થોડા સમય માટે કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતું હતું અને વર્ષ 1965મા નિયમિત દૈનિક પ્રસારણની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયોના એક અંગના રૂપમાં થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે