રેકોર્ડ તોડશે અનાજનો ભંડાર! ચોખા અને મકાઈનું થશે રેકોર્ડ ઉત્પાદન : મગફળી, કપાસના અંદાજ પણ જાહેર

Agriculture News : દેશમાં નવા ખરીફ પાકના ઉત્પાદનના અંદાજો જાહેર થયા છે. ખેડૂતો માટે ખુશખબર એ છે કે સારા વરસાદ બાદ ખરીફ પાકના ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે, એવું આંકડા બતાવે છે 
 

રેકોર્ડ તોડશે અનાજનો ભંડાર!  ચોખા અને મકાઈનું થશે રેકોર્ડ ઉત્પાદન : મગફળી, કપાસના અંદાજ પણ જાહેર

Agriculture News : સરકારે ખરીફ ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા છે. ખરીફ મકાઈનું ઉત્પાદન 245.41 લાખ ટન અને ખરીફ બરછટ અનાજનું ઉત્પાદન 378.18 લાખ ટન થવાનો અંદાજ મૂકાયો છે. ખરીફ કઠોળનું કુલ ઉત્પાદન 69.54 લાખ ટન થઈ શકે છે. ખરીફ તેલીબિયાંનું ઉત્પાદન 257.45 લાખ ટન થઈ શકે છે જે ગયા વર્ષ કરતાં લગભગ 15.83 લાખ ટન વધુ છે. 2024-25 માટે ખરીફ મગફળીનું ઉત્પાદન 103.60 લાખ ટન અને સોયાબીનનું ઉત્પાદન 133.60 લાખ ટન રહેવાનો અંદાજ છે.

દેશમાં નવા ખરીફ પાકના ઉત્પાદનના અંદાજો જાહેર થયા છે. ખેડૂતો માટે ખુશખબર એ છે કે સારા વરસાદ બાદ ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે. સરકારના અનાજના ભંડાર ભરાય તેવા અંદાજો મૂકાયા ચે. રાષ્ટ્રીય સ્તરે અનાજના ગોદામોના બાંધકામમાં વધારો થવાથી દેશના ખાદ્યાન્નનો સ્ટોક પણ ભરાઈ જશે. વર્ષ 2024-25માં ખરીફ અનાજનું કુલ ઉત્પાદન 1647 લાખ ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષ કરતાં 89.37 લાખ ટન વધુ છે. આ સરેરાશ ખરીફ ઉત્પાદન કરતાં 124.59 લાખ ટન વધુ છે. ચોખા અને મકાઈ ઉપરાંત મગફળીના ઉત્પાદનમાં પણ નવો રેકોર્ડ બને તેવી સંભાવના છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે 2024-25 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદન અંદાજો જાહેર કર્યા છે. દેશમાં પ્રથમ વખત ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ચોખા, જુવાર અને મકાઈની સારી ઉપજને કારણે ખરીફ અનાજના ઉત્પાદનમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં ચોખાના વિસ્તારમાં પણ સારો એવો વધારો થયો છે, આગોતરા અંદાજ મુજબ ખરીફ ચોખાનું ઉત્પાદન 1199.34 લાખ ટન થઈ શકે છે.

ખરીફ મકાઈનું ઉત્પાદન 245.41 લાખ ટન અને ખરીફ બરછટ અનાજનું ઉત્પાદન 378.18 લાખ ટન હોવાનો અંદાજ છે. ખરીફ કઠોળનું કુલ ઉત્પાદન 69.54 લાખ ટન થઈ શકે છે. ખરીફ તેલીબિયાંનું ઉત્પાદન 257.45 લાખ ટન થઈ શકે છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 15.83 લાખ ટન વધુ છે.

2024-25 માટે ખરીફ મગફળીનું ઉત્પાદન 103.60 લાખ ટન અને સોયાબીનનું ઉત્પાદન 133.60 લાખ ટન રહેવાનો અંદાજ છે. એ જ રીતે શેરડીનું ઉત્પાદન 4399.30 લાખ ટન અને કપાસ 299.26 લાખ ગાંસડી (170 કિલો પ્રતિ ગાંસડી)નું ઉત્પાદન થઈ શકે છે. 

દેશમાં પ્રથમ વખત રાજ્યોના સહયોગથી ડિજિટલ પાક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. વિસ્તારના આધારે ડેટાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે સચોટ અંદાજની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિવિધ રાજ્યોમાં પાકના ક્ષેત્રફળ, સાપ્તાહિક પાક હવામાન મોનિટરિંગ જૂથો અને એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે સર્વેક્ષણની ચકાસણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઓડિશાના તમામ જિલ્લાઓને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news