Gold Price: સોનાના દાગીનાના ભાવમાં મોટો ઘટાડો, ગ્લોબલ માર્કેટની જોવા મળી અસર

MCX Gold Price Update: સોના અને ચાંદીના ભાવમાં એક દિવસના વધારા બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. આ દિવસોમાં સોનાની કિંમત 60,000 રૂપિયાથી નીચે છે અને તમારી પાસે જ્વેલરી ખરીદવાની યોગ્ય તક છે.

Gold Price: સોનાના દાગીનાના ભાવમાં મોટો ઘટાડો, ગ્લોબલ માર્કેટની જોવા મળી અસર

Gold Price Today, 5 Spetmeber 2023: આજે સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Price) ઘટાડો જોવા મળી રહ્યો છે. 5 સપ્ટેમ્બરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX Gold Price) પર સોનાની કિંમત આજે 59,000 આસપાસ ટ્રેડ થઈ રહી છે. આ સિવાય ચાંદીનો ભાવ (Silver Price Today) 74,000ને પાર કરી ગયો હતો. સોનાના ખરીદદારો આ સમયે સોનું ખરીદી શકે છે. સોનાના ભાવમાં વધઘટ ચાલુ છે, પરંતુ હાલમાં 24 કેરેટ સોનાની કિંમત 60,000ની નીચે ટ્રેડ થઈ રહી છે.

MCX પર સોનું અને ચાંદી સસ્તા થયા છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત મંગળવારે 0.02 ટકા ઘટીને 59,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ સિવાય આજે ચાંદીની કિંમત 0.56 ટકા ઘટીને 74102 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી સસ્તા થયા છે
ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ COMEX પર સોનું ઘટી ગયું છે. આ સાથે સોનાની કિંમત 1960 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. ચાંદીના ભાવમાં પણ 1.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 24.23 ડોલર પ્રતિ ઔંસ છે.

22 કેરેટ સોનાની કિંમત
5 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 55,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ સિવાય મુંબઈમાં તે 55,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. કોલકાતામાં પણ સોનાનો ભાવ 55,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચેન્નાઈમાં 55,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીના ભાવ ચેક કરો
જો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ચાંદીની કિંમત 76,200 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે. આ સિવાય મુંબઈ અને કોલકાતામાં તે 76,200 રૂપિયા પ્રતિ કિલો છે. ચેન્નાઈમાં એક કિલો ચાંદીની કિંમત 79,000 રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news