ખબર છે....! પેટ્રોલ પંપ આ સુવિધાઓ મફતમાં ન મળે તો કરી શકો છો ફરિયાદ, રદ થઇ જશે પેટ્રોલ પંપનું લાયસન્સ

Filling Pump: તમે પણ કાર કે બાઇકમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જતા હશો. પરંતુ શું તમે જાણો છે જ્યાં તમને કેટલીક સુવિધા ફ્રી મળે છે. દરેક પેટ્રોલ પંપ પર લોકો માટે કેટલીક સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાની હોય છે. જેનાથી ત્યાં આવતા લોકોને સુવિધા મળી રહે...

ખબર છે....! પેટ્રોલ પંપ આ સુવિધાઓ મફતમાં ન મળે તો કરી શકો છો ફરિયાદ, રદ થઇ જશે પેટ્રોલ પંપનું લાયસન્સ

Petrol Pump Free Service: દેશમાં એવી કેટલીય સગવડો હોય છે જેનાથી આપણે અજાણ હોઇએ છીએ. ખૂબ ઓછા લોકો જાણે છે કે આપણાં દેશમાં પેટ્રોલ પંપ પર કેટલીક સુવિધાઓ ફ્રીમાં મળે છે જ્યારે પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીઓ સમય-સમય પર આ સુવિધાઓની જાણકારી આપતી આવી છે છતા પણ કેટલીક વાર લોકો આ ફ્રીની સુવિધાથી અજાણ રહેતા હોય છે તો આવો જાણીએ કે કઇ-કઇ સુવિધાઓ પેટ્રોલ પંપ પર ફ્રીમાં આપને મળતી હોય છે.

હવા ચેક કરવાની સુવિધા 
તમે જોયું જ હશે કે પેટ્રોલ પંપ પર એક એર ફીલિંગ મશીન હોય છે. આ મશીન એ મફત સુવિધાનો એક ભાગ છે. પેટ્રોલ પંપ  માલિકે આ મશીન લગાવવું પડશે જેથી પેટ્રોલ કે ડીઝલ ભરાવવા આવતા લોકો ઇચ્છે તો વ્હીકલના ટાયરમાં હવા ભરાવી શકે છે. આ માટે પૈસા ચૂકવવા પડતા નથી. આ કામ માટે પંપ  માલિક વતી એક વ્યક્તિને પણ રાખવામાં આવે છે. તમે હવાને મફતમાં ભરી શકો છો અને પંપ તેના માટે પૈસા માંગી શકે નહીં.

ઇમરજન્સી કોલની સુવિધા 
જો ક્યારેય તમારો મોબાઇલ ફોન ખરાબ થયો હોય અથવા અન્ય કારણોસર તમારી પાસે કોમ્યુનીકેશનના સાધન ન હોય અને તમારે ઇમરજન્સી કોલ કરવો હોય તો તમે પેટ્રોલ પંપમાંથી એક ફ્રી કોલ કરી શકો છો.

ફસ્ટ એડ બોક્સની સુવિધા 
દરેક પેટ્રોલ પંપ પર ફસ્ટ એડ બોક્સની સુવિધા એ અનિવાર્ય છે અને જરુર પડ્યે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે ક્યારેય પણ આ પ્રકારની સુવિધાની જરુર પડે અને પેટ્રોલ પં૫ નજીક હોય તો ફ્રીમાં સુવિધા લેવાનું ચૂકશો નહિં...

પીવાના પાણીની સુવિધા
પેટ્રોલ પંપ  પર પીવાના શુધ્ધ પાણી એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. જે લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવ્યા છે તેઓ પીવાના પાણીની સુવિધાની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ દ્વારા વિના મૂલ્યે પ્રદાન કરવાની રહેશે. આ માટે, પંપ  માલિકો આરઓ અથવા પ્યુરિફાયર્સ ઇન્સ્ટોલ કરે છે. કેટલાક પંપ પાસે રેફ્રિજરેટર પણ હોય છે જ્યાં લોકો ઠંડુ પાણી પી શકે છે. આ મફત સુવિધાનો પણ એક ભાગ છે.

ક્વોલિટી ચેક
તમને પેટ્રોલ પંપ પર પણ અધિકાર મળે છે કે તમને મળતા પેટ્રોલને ચેક કરાવી શકો છો. આમાં તમે ક્વોલિટીની સાથે ક્વોન્ટિટીની તપાસ પણ કરી શકો છો. આ સિવાય પેટ્રોલ પંપ પર બીજી ઘણી સુવિધાઓ છે જે જાળવવી પડે છે. રેતી ભરેલી ડોલ અથવા ફાયર સેફ્ટી સ્પ્રે સહિતના અગ્નિશામક ઉપકરણો.

પેટ્રોલ અને ડીઝલનું બિલ લેવાનો અધિકાર
પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ તમને બિલ લેવાનો અધિકાર છે. જો કોઈ કારણ સર પેટ્રોલ પંપ માલિક કે તેના એજન્ટ તમને બિલ આપવાની મનાઈ કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. 

ફરિયાદ પેટી અથવા રજિસ્ટર 
જો તમે પેટ્રોલ પંપ પર કોઈ સુવિધાથી અસંતુષ્ટ છો તો તમે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી કે રજિસ્ટરમાં આ અંગેની ફરિયાદ કરી શકો છો.આ સિવાય કોઈપણ ગ્રાહક પોતાનો પ્રતિભાવ લખી શકે છે..પણ જરૂરી છે કે પેટ્રોલ પંપ પર ફરિયાદ પેટી હોવી જરૂરી છે.
 
ફાયર સેફ્ટીના સાધનો 
દરેક પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી ડિવાઈસ હોવા જરૂરી છે અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી જરૂરી છે... જેથી આગ લાગવાની પરિસ્થિતમાં સાઘનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવીને કોઈ મોટી દૂર્ધટના ટાળી શકાય છે.

શૌચાલયની સુવિધા  
પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા બીલકુલ ફ્રી હોય છે એના માટે તમારે કોઇ કિંમત ચુંકવવાની રહેતી નથી અને આ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news