શપથવિધિ આવતા ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? શું સાચે જ વાહનચાલકોની થઈ ગઈ ચાંદી-ચાંદી?
Petrol-Diesel Price: સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ લે એ પહેલાં જ સામાન્ય માણસો માટે આવી ગઈ મોટી ખુશખબર! શું વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર લાગી લગામ? જાણો કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો દામ (ભાવ)...
Trending Photos
Petrol-Diesel Price: આજે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. જોકે, પીએમ તરીકેની શપથવિધિ પહેલાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ ગયો મોટો ફેરફાર. જાણો આજના પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ. તમારા શહેરમાં કેટલો ઘટાડો થયો એ પણ જાણી લો... ક્રૂડ ઓઈલ સસ્તું થયું અને 80 ડૉલરની નીચે ગયું, ઓઈલ કંપનીઓએ ડીઝલ-પેટ્રોલના નવા દર જાહેર કર્યા. પેટ્રોલ-ડીઝલની કિંમત આજેઃ એક સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરની નીચે પહોંચી ગયું છે.
એક સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. મામૂલી વધઘટ સાથે, ક્રૂડ તેલ છેલ્લા ઘણા દિવસોથી બેરલ દીઠ $ 80-85ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. શુક્રવારે ક્રૂડ ઓઈલ (બ્રેન્ટ ક્રૂડ)ની કિંમત બેરલ દીઠ $79.86ની નજીક આવી હતી, જે 0.01 ટકાનો ઘટાડો દર્શાવે છે. લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. દરમિયાન, તેલ કંપનીઓ દ્વારા 8 જૂન, 2024 માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરવામાં આવી હતી. એજ કિંમતોની આસપાસની કિંમતો 9 જૂને પણ જોવા મળી. જાણીએ કે મહાનગરો અને દેશના કેટલાક પસંદગીના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે...
વાયદા બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત શું છે?
શુક્રવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલના ભાવ 0.35 ટકા ઘટીને રૂ. 6,304 પ્રતિ બેરલ થયા હતા કારણ કે નબળા હાજર માંગને પગલે વેપારીઓએ તેમના સોદામાં ઘટાડો કર્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, જૂનમાં ડિલિવરી માટે ક્રૂડ ઓઈલનો કોન્ટ્રાક્ટ રૂ. 22 અથવા 0.35 ટકા ઘટીને રૂ. 6,304 પ્રતિ બેરલ થયો હતો. 9,577 લોટમાં વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે, વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ઓઈલ 0.01 ટકા ઘટીને $75.54 પ્રતિ બેરલ થઈ ગયું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $79.86 પર ટ્રેડ થઈ રહી છે, જે 0.01 ટકાનો ઘટાડો દર્શાવે છે.
જાણો મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ-
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 94.72 87.62
મુંબઈ 104.21 92.15
કોલકાતા 103.94 90.76
ચેન્નાઈ 100.75 92.32
બેંગલુરુ 99.84 85.93
લખનૌ 94.65 87.76
નોઇડા 94.83 87.96
ગુરુગ્રામ 95.19 88.05
ચંદીગઢ 94.24 82.40
પટના 105.18 92.04
ગયા મહિને જ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું હતું-
15 માર્ચે ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો હતો. આ અંતર્ગત બંનેના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કાપ કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યો છે. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યાં સુધી નીચા રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છોઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે