અક્ષયની 'સમ્રાટ પૃથ્વીરાજ' માટે આંચકાજનક સમાચાર, આ દેશોમાં ફિલ્મ પર લાગ્યો પ્રતિબંધ!
Trending Photos
નવી દિલ્હી: અક્ષયકુમાર અને માનુષી છિલ્લર અભિનિત 'સમ્રાટ પૃથ્વીરાજ' રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. પહેલા કરણી સેનાએ ફિલ્મના ટાઈટલને લઈને વિરોધ કર્યો ત્યારબાદ ગુર્જર સમાજ પણ વિવાદમાં કૂદ્યો અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે મેકર્સ માટે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને ઓમાન અને કુવૈત જેવા દેશોએ બેન કરી છે.
બોલીવુડ હંગામાના અહેવાલમાં સૂત્રોને હવાલે જણાવવામાં આવ્યું છે કે 'કમનસીબ છે કે આપણા ગૌરવશાળી હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને સાહસ પર બનેલી એક ફિલ્મ પર કુવૈત અને ઓમાન જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું લાગે છે કે આ દેશોએ ફિલ્મની રિલીઝ પહેલા આ સ્ટેન્ડ લીધુ છે.'
સૂત્ર દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે સમ્રાટ પૃથ્વીરાજનું જીવન એ વાતનો પુરાવો છે કે ભારતીય સત્ય માટે ઊભા રહ્યા અને આપણા દેશને આપણા લોકોને લૂંટવા અને હત્યા કરવા માંગનારા નિર્દયી આક્રમણકારીઓથી બચાવ્યા. તેમના જીવનની કહાની પર પ્રતિબંધથી સવાલ ઉઠે છે કે લોકો ઈતિહાસ પર નજર કેમ નથી ફેરવતા અને સ્વીકારતા કેમ નથી કે ભારત અને હિન્દુઓ સાથે શું થયું હતું?
અત્રે જણાવવાનું કે અક્ષયકુમાર અને માનુષી છિલ્લર અભિનિત સમ્રાટ પૃથ્વીરાજમાં સોનુ સૂદ અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને ડો.ચંદ્રપ્રકાશ ત્રિવેદીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ હિન્દુ ઉપરાંત તમિલ, અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે. અક્ષયની અન્ય ફિલ્મોની વાત કરીએ તો પૃથ્વીરાજ ઉપરાંત મિશન સિન્ડ્રેલા, રામસેતુ, રક્ષાબંધન, ગોરખા, સેલ્ફી, ઓહ માય ગોડ 2, મોગુલ અને બડે મિયા છોટે મિયા જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે