WATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ 

કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું બીજું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં અક્ષય કુમાર (Akshay Kumar)ને ચમકાવતી આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું જે લોકોને બહુ પસંદ પડ્યું હતું.

WATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ 

નવી દિલ્હી : કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું બીજું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં અક્ષય કુમાર (Akshay Kumar)ને ચમકાવતી આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું જે લોકોને બહુ પસંદ પડ્યું હતું. હવે બીજા ટ્રેલરે લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દીધા છે. 

અક્ષય કુમાર (Akshay Kumar) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની જોડીવાળી આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું ટ્રેલર એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેમાં દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયારા અડવાણી (Kiara Advani) ની કોમિક કેમિસ્ટ્રી પણ જોરદાર છે.

આ ફિલ્મમાં અક્ષય અને કરીના કપૂર એવા વિવાદિત કપલની ભૂમિકામાં જોવા મળશે, જે બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર બની છે. તો બીજી તરફ રાજ મહેતા ડાયરેક્ટર તરીકે આ ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરી રહ્યા છે. હીરૂ જોહર, અરૂણા ભાટીયા, કરણ જોહર, અપૂર્વા મહેતા અને શશાંક ખેતાને આ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા છે અને ધર્મા પ્રોડક્શન હાઉસ અને ઝી સ્ટૂડિયોના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ 27 ડિસેમ્બર, 2019ના દિવસે રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news