રાજકોટમાં બન્યું 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતું ‘બાહુબલી કેડીયું’

નવરાત્રીમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસીસનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ટ્રેડિશનલ ડ્રેસીસનો બિઝનેસ કરતા મોનિક ભાઈએ બાહુબલી કેડિયું બનાવ્યું છે, તે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેડિયાનું વજન આશરે 25 કિલો છે. અને તેમાં 5 હજાર જેટલા મિરર ફિટ કરવામાં આવ્યા છે. 

રાજકોટમાં બન્યું 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતું ‘બાહુબલી કેડીયું’

સત્યમ હંસોરા/રાજકોટ: નવરાત્રીમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસીસનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ટ્રેડિશનલ ડ્રેસીસનો બિઝનેસ કરતા મોનિક ભાઈએ બાહુબલી કેડિયું બનાવ્યું છે, તે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેડિયાનું વજન આશરે 25 કિલો છે. અને તેમાં 5 હજાર જેટલા મિરર ફિટ કરવામાં આવ્યા છે. 

રાજકોટના મોનિક ભાઈ દ્વારા બનાવેલ બાહુબલી કેડિયું..આ કેડીયાની સાઈઝ ની વાત કરીએ તો 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતા આ કેડીયા ને નિહાળવા શહેરીજનો આવી રહ્યા છે. 25 કિલો વજન ધરાવતા આ કેડીયામાં 5000 થી વધારે મિરર ફિટ કરવામાં આવ્યા છે. તેમજ 100 થી વધુ વિવિધ પેચ સિલાઈ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર મગફળી ખરીદી માટે 1 ઓક્ટોબરથી શરૂ કરશે રજીસ્ટ્રેશન

આ બાહુબલી કેડિયુ સિલાઈ કામ સહિત 19 દિવસમાં તૈયાર થયું છે. વિશેષ વિશિષ્ટતા ધરાવતા આ કેડિયા માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન માટે તેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રીમાં 9 દિવસ અલગ અલગ અને સુંદર ચણીયાચોલી તેમજ ટ્રેડીશનલ ડ્રેસ માટે ખેલૈયાઓ માર્કેટમાં ફરી વળતા હોય છે. ત્યારે રાજકોટના આ યુવક દ્વારા બનાવવામાં આવેલ આ બાહુબલી કેડિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

જુઓ LIVE TV :

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news