આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો

વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે

Trending Photos

આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો

ભરત ચૂડાસમા/ભરૂચ :સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ગુજરાતી વેપારીઓ લૂંટાય છે અને સૌથી વધુ લૂંટારુઓના નિશાન પર હોય છે. સાઉથ આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી યુવક પર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિગ્રો લૂંટારુઓએ કાર પાસે ઘસી આવીને ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં થયેલ ગોળીબારમાં મૂળ ભરૂચનો રહેવાસી ઘાયલ થયો હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં ફરીથી મેટ્રો દોડશે, ખાસ સમય દરમિયાન જ સેવા ચાલુ રહેશે 

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના દેવલા ગામનો યુવક ઈમરાન લાલસા રહે છે. તે છેલ્લા 10 વર્ષથી વેન્ડા સિટીમાં સ્થાયી થયો છે. તે વેન્ડા સિટીમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. ત્યારે થોડા દિવસ પહેલા તે પોતાની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાર અશ્વેત લૂંટારુઓએ તેની પાસે આવી ચઢ્યા હતા. ઈમરાન કારમાં બેસ્યો હતો, ત્યારે બે અશ્વેત યુવકોએ નજીક આવીને તેને બંદૂક બતાવી હતી. વેન્ડામાં નિગ્રો લુંટારૂઓએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેણે લૂંટારૂઓનો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.

કોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન 

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા અને ઝીમ્બાબ્વેની સરહદ પર વેન્ડા શહેર આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. વસ્તીની વાત કરીએ, તો વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આફ્રિકાના અલગ અલગ શહેરોમાં વસે છે. આફ્રિકામાં દુકાનો ધરાવતા વેપારીઓમાં સૌથી વધુ સંખ્યા પણ ગુજરાતીઓની છે. જેથી ગુજરાતનું યોગદાન મોટું હોવાનું કહી શખાય. વેન્ડામાં મોબાઇલ શોપ, ગ્રોસરી સ્ટોર, સુપર મોલ, પ્લાયવુડ, હાર્ડવેર, શાકભાજી સહિતની મહત્તમ દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. વર્ષો પહેલા ગુજરાત છોડી વેન્ડા ગયેલા લોકો વેન્ડાના સ્થાનિક બજારમાં 50 ટકા ઉપરાંતનો કબજો ધરાવે છે. ભરૂચ જિલ્લાના સૌથી વધુ લોકો વેન્ડામાં રોજગારી મેળવે છે. જેમાં કેટલાક ધંધો કરે છે, તો કેટલાક નોકરી કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news