રાજકોટમાં બાબા બાગેશ્વરે કંઈક એવો ચમત્કાર કર્યો કે વ્યાસપીઠ પર થઇ ગયા પૈસાના ઢગલા, જોઈ લો VIDEO
Vijay Rupani Meet Baba Bageshwar : રાજકોટમાં રેસકોર્ષમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે ફરી દરબાર યોજાયો હતો. પરંતુ આ દરબાર ખાસ હોવાનું કહેવાય છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં બાબા બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાયો છે. તેમાં અનેક ભક્તો પોતાની સમસ્યા લઈને તેના નિરાકરણ માટે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે (ગુરુવાર) તેમની વ્યાસપીઠ પર એક શિવભક્ત પહોંચ્યો હતો. બાબાએ તેમની પરચી પહેલેથી જ લખીને રાખી હતી. બાબાના શિવભક્તે ભગવાન શિવનું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ તેમની પાસે પૈસા નહોતા. જે બાદ બાબાએ આ શિવભક્તની અંતરની પ્રાર્થના સાંભળી અને થોડીવારમાં એવો ચમત્કાર થયો કે પૈસાના ઢગલા થઈ ગયા.
જી હા...બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ચમત્કાર વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ તમે વીડિયોમાં જોઈ શકો છો કે બાબાએ જે જે લોકોને ઈશારો કરીને કહ્યું કે તમારી પાસે પૈસા છે તે અહીં દાનમાં આવો. આજે બાબાને દાનની જરૂર છે. તો જે ભક્તોને કહ્યું તેમની પાસેથી પુષ્કળ નોટો નીકળી અને તેઓ હરખભેર પૈસા આપવા પણ આગળ આવ્યા હતા. આ સાથે જ બાબાના શિવ ભક્તને જણાવ્યું હતું કે, તમે એક પણ રૂપિયો મંદિર સિવાયના કામમાં ના વાપરતા. આ શિવભક્ત સાથે ઝી 24 કલાકે ખાસ વાત કરી છે. તો જુઓ શું કહી રહ્યા છે બાબાના આ અનોખા ભક્ત.
બાબા બાગેશ્વરને લગ્ન વિશે એવો સવાલ પૂછાયો કે, શરમાઈ ગયા
નોંધનીય છે કે, બાબા બાગેશ્વર હાલ ગુજરાતમાં છે અને ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સૌથી વધુ ચર્ચાતી બાબત તેમના લગ્ન છે. યુવા કથાકાર તરીકે ફેમસ થયેલા બાબા બાગેશ્વર અને જયા કિશોરી માટે આ પ્રશ્નો ચર્ચાતા હોય છે. લગ્ન ક્યારે કરશો તેવું લોકો પૂછતા હોય છે. આવામાં રાજકોટના દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વરને પણ આવો પ્રશ્ન પૂછાયો.
રાજકોટમાં બાબા બાગેશ્વરને તેમના લગ્ન અંગે પ્રશ્ન પૂછાયો હતો. લગ્ન અંગે બાબાને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, બિના શાદી કે હમ પ્રસન્ન હૈ. તો આગળ કહ્યુ હતું કે, હું તમને ખુશ નથી દેખાતો, લગ્ન કર્યા વિના ખુશ છું શું વિચાર છે કે મારા ચહેરા પર કરચલીઓ પડી જાય? શું વિચાર છે હું મોં ફુલાવીને ફરું. ભાઈ મને આમ જ રહેવા દો.
ઉલ્લેખનીય છે કે, સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ભાવિક ભક્તોને દર્શન આપશે. શહેરના નવલખી મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો આવશે તેવી સંભાવના હાલ આયોજકો સેવી રહ્યા છે. ત્યારે, વડોદરા ખાતે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ મેળવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે