International Women's Day: આ છે ગુજરાતની 'રબ્બર ગર્લ', ભાવેણાની જાનવી બની પ્રેરણા સ્ત્રોત
.છેલ્લાં 13 વર્ષથી સક્રિય રીતે યોગ ક્ષેત્રે કાર્યરત રહેનાર જાનવીએ અત્યાર સુધીમાં યોગની વિવિધ સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 8-ગોલ્ડ મેડલ, 6-સિલ્વર મેડલ, 1-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે રાષ્ટ્રીય ક્ષેત્રે 7-ગોલ્ડ મેડલ, 3-સિલ્વર મેડલ, 7-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ તથા ટ્રોફી સહિત 180થી વધુ સન્માન મેળવ્યા છે.
Trending Photos
નવીન દલવાડી, ભાવનગર: સશક્ત નારી થકી જ સમાજ સશક્ત બનતો હોય છે ત્યારે આજે વિશ્વ મહિલા દીને ભાવનગર (Bhavnagar) ની જાનવી મહેતા (Janvi Mehta) મહિલાઓ માટે પ્રેરણા શ્રોત બની છે, વિશ્વની 1000 સશક્ત મહિલાઓની યાદીમાં સ્થાન પામી છે જાનવી મહેતા, રિપબ્લિક ઓફ વુમન (યુનાઇટેડ નેશન્સ)ના ચીફ એક્ઝિકયુટિવ બોર્ડ દ્વારા મહિલા સશક્તિકરણ માટે કાર્યરત વિશ્વની મુખ્ય 1000 મહિલાની યાદીમાં ભાવનગરની જાનવી મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની અનેક મહિલાઓ આ યાદીમાં સ્થાન પામી ચુકી છે. પરંતુ ગુજરાત રાજ્યમાંથી આ યાદીમાં પસંદ થનાર ભાવનગરની જાનવી મહેતા (Janvi Mehta) એક માત્ર ગુજરાતી યુવતી (Gujju Girl) છે. યોગ (Yoga) ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી પોતાના નામે અનેક એવોર્ડ અંકે કરનાર જાનવીને વધુ એક વિશ્વ સન્માન મળતા ભાવનગર (Bhavnagar) નું ગૌરવ વધાર્યું છે.
કલાનગરી ભાવનગરની દિકરી અને રબ્બર ગર્લ (Rubber girl) તરીકે જાણીતી જાનવી મહેતા (Janvi Mehta) એ યોગક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા અને રેડીમેઈડ સિલાઈ કામનાં વ્યવસાય સાથે સંકળાયેલ જીગ્નેશભાઈ અને શિક્ષિકા પ્રતિભાબેન મહેતાની પુત્રી જાનવી બે સંતાનોમાં મોટી પુત્રી છે. જાનવીને 15 વર્ષ પહેલા યોગ પ્રત્યે રૂચી જાગી અને નિયમિત અભ્યાસ શરૂ કર્યો. છેલ્લાં 13 વર્ષથી સક્રિય રીતે યોગ ક્ષેત્રે કાર્યરત રહેનાર જાનવીએ અત્યાર સુધીમાં યોગની વિવિધ સ્પર્ધાઓમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 8-ગોલ્ડ મેડલ, 6-સિલ્વર મેડલ, 1-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
જ્યારે રાષ્ટ્રીય ક્ષેત્રે 7-ગોલ્ડ મેડલ, 3-સિલ્વર મેડલ, 7-બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ તથા ટ્રોફી સહિત 180થી વધુ સન્માન મેળવ્યા છે. રબ્બર ગર્લ જાનવી મહેતા યોગક્ષેત્રમાં શહેરથી લઈ જીલ્લા તથા રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં વિજયી બનવાનો સિલસીલો હાલ તેની આદત બની ગઈ છે. તે તેણીના ગૌરવવંતા સનમાન પરથી સ્પષ્ટ થાય છે.
International Women's Day: વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની
ભાવનગર (Bhavnagar) રાજ્યના દ્રિર્ઘદ્રષ્ટા રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની અણમોલ ભેટ સમાન ભાવનગરના રત્ન સમાન જાનવી પ્રતિભા મહેતા હાલ વિશ્વના 7 ખંડ પૈકી એશિયાખંડના 50 દેશોના અધ્યક્ષ સ્થાને રહી 50 દેશો વચ્ચે ભારત દેશના પ્રતિનિધિ તરીકેનું સુકાન સાંભળી યોગલક્ષી કાર્યને આગળ વધારી રહી છે. તેણીએ યોગમાં વર્લ્ડ રેકોડર્સ પોતાના નામે કરવાની સાથે ચીન, મલેશિયા, સાઉથ કોરિયા જેવા વિવિધ દેશોમાં યોજાયેલી આતંરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 8 ગોલ્ડ મેડલ જીતી વૈશ્વિક કક્ષાએ ભારતનો ડંકો વગાડ્યો છે. આ પણ અધુરૂં હોય તેમ, મલેશિયામાં બબ્બે વખત મિસ યોગીની ઓફ વર્લ્ડની રનર્સ અપ રહી ચૂકી છે. જાનવીની આ સિદ્ધિઓને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂબરૂ મુલાકાત આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
ભાવનગરની જાનવી મહેતા (Janvi Mehta) કલરવ નામની એનજીઓ સાથે જોડાઈ ને કાર્ય કરી રહી છે જેઓ તેના તમામ કાર્ય ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલી રહ્યા છે જેમાંથી સર્વે પ્રમાણે તૈયાર કરાયેલી વિશ્વની 1000 મહિલાઓની યાદી માં ભાવેણાની જાનવી મહેતાનો તેની કાર્ય ક્ષમતા પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો હતો, ભારતની કિરણ બેદી, હીમાં દાસ જેવી અનેક મહિલાઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ભાવનગરની જાનવી મહેતા આ યાદીમાં સ્થાન પામનાર એક માત્ર ગુજરાતી યુવતી છે.
વિશ્વ મહિલા દીને તમામ મહિલાઓ ને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોઈ કામ કઠિન નથી જો કર્મ કરીયે તો તેનું ફળ જરૂર થી મળે જ છે, તેણે જણાવ્યું કે પ્રારંભિક તબક્કા માં આપણ ને સફળતા ન પણ મળે પરંતુ જો હિંમતથી આગળ વધતા રહીએ તો સફળતા ના દરેક રસ્તાઓ ખુલતા જાય છે, સાથે જણાવ્યું કે જો નારી સ્વસ્થ હશે તો જ સમાજ સ્વસ્થ બનશે. જાનવી મહેતા એ અનેક ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી છે જેમાં યોગ, રમત ગમત, ફાયરિંગ, જળ યોગા, રોપ યોગા, જેવી પ્રવૃતિઓ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે