ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાએ ભારતીય ક્રિકેટરોને પણ ન બક્ષ્યા, આટલા ફસાયા તેની જાળમાં
BZ Group Scam: BZ ગ્રુપના કૌભાંડની CID તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો...મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં ક્રિકેટરો ફસાયા હોવાનો ખુલાસો..ભારતીય ક્રિકેટ ટીમના ટોચના ખેલાડીઓએ લાખોનું રોકાણ કર્યાનું આવ્યું સામે..
Trending Photos
Ahmedabad News : ગુજરાતના મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની તપાસનો રેલો કેટલો દૂર જશે એ તો ખબર નથી, પરંતું તેની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું છે. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોક્યાનું ખૂલ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે.
આ ક્રિકેટરના નામ ખૂલ્યા
ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં છે. આ ઉપરાંત એક્ટર સોનુ સૂદના નામની પણ તપાસ થઈ રહી છે. કારણ કે, સોનુ સૂદ ભુપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.
ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર
સમગ્ર કૌભાંડ કર્યા બાદ અને રોકાણકારોને નવડાવ્યા બાદ હવે ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. ચર્ચા છે કે, તે દેશની બહાર નીકળી ગયો છે. તો એવુ પણ ચર્ચા છે કે, તેણે ભારત હજી છોડ્યું નથી. તેથી તેની દેશના વિવિધ જગ્યાએ તપાસ કરવામા આવી રહી છે. જોકે, તે તેનો પાસપોર્ટ લઈને નીકળ્યો હોવાનું કહેવાય છે.
મહાઠગ સાધુસંતોને પણ મોજ કરાવતો
બી ઝેડ ગ્રુપ કૌભાંડ મામલે ઠગ ભુપેન્દ્ર ઝાલાનો વધુ એક અય્યાશીભર્યો વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોના પૈસે ઠગ ભુપેન્દ્ર ઝાલા સાધુ-સંતોને હેલિકોપ્ટરની પ્રવાસ કરાવી હતી. ઠગ ભુપેન્દ્ર ઝાલા હેલિકોપ્ટરમાં સાધુ સંતોને મોજ કરાવતો હોય તેવો વિીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઠગ ભુપેન્દ્ર ઝાલાના નવાબી ઠાઠ જોઈ રોકાણકારોને હવે પોતાના રૂપિયા ભૂલી જવાના દિવસો આવ્યા છે.
એક-એક કરીને ગાયબ થઈ રહ્યા છે એજન્ટ
ભૂપેન્દ્ર ઝાલાના બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેથી એક બાદ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરવાનો સિલસિલો ચાલુ છે. હિંમતનગરનો કમલેશ મોચી નામનો એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યો હોવાનું સામે આવ્યું છે. દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ મોચી પણ ભૂગર્ભમાં ઉતર્યો છે. કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટ આપી હતી. કમલેશ મોચીએ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સહિત પ્રતિષ્ઠિત લોકોના રુપિયાના રોકાણ કરાવ્યા હતા. સીઆઈડીનો ગાળીયો કસાતા જ કમલેશ મોચી ઘરને તાળા લગાવી ગાયબ થયો છે. તેની ઘર આગળથી મર્સિડિઝ કાર પણ ગાયબ થઈ છે. આમ, સાબરકાંઠા-અરવલ્લીમાંથી ૧૦૦ જેટલા એજન્ટ-મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે