જુનાગઢની કેસર કેરીને વાતાવરણનું ગ્રહણ લાગ્યું, આંબે આવતા મોર મુરઝાવા લાગ્યા...
Trending Photos
કેતન બગડા/અમરેલી :સતત બદલાતા શિયાળા-ઉનાળા-ચોમાસાની મોસમને કારણે ગુજરાતની કેસર કેરીઓને અસર પડી રહી છે. કેસર કેરી (Kesar Mango) ને વાતાવરણનું ગ્રહણ લાગ્યું છે. વાતાવરણ અવારનવાર બદલાતા કેસર કેરીના મોર મુરઝાવા લાગ્યા છે. વધારે પ્રમાણમાં ઠંડીને લઈને આંબે આવતા મોર મૂરઝાવા લાગ્યા છે.
અમરેલી જિલ્લાનું ધારી વિસ્તાર કેસર કેરીનું હબ છે. આ વિસ્તારમાં કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહીંથી લોકો કેરીની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં ખરીદી પણ કરતા હોય છે. અહીંના વેપારીઓ કેસર કેરી બહાર પણ મોકલાવે છે. કેસર કેરીની સીઝન આવતા આ વિસ્તારમાં મબલખ કેસર કેરીનો પાક થાય છે, પરંતુ વાતાવરણ વારંવાર બદલાતા આંબે આવેલ મોર ઉપર ગ્રહણ લાગ્યું છે. મોરમાં ગળો આવી ગયો છે, જેને લઇને મોર સૂકાવા લાગ્યા છે. તો અમુક મોર કાળા પડી ગયા છે. જેને લઇને કેસર કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ વર્ષે વાતાવરણ આવું આવું રહેશે તો કેસર કેરીનો પાક ઓછો આવે તેવું ખેડૂતો માની રહ્યા છે. વધારે પ્રમાણમાં ઠંડીના લઈને આંબા પર આવતા મોરને અસર જોવા મળી રહી છે. વારંવાર વાદળછાયુ વાતાવરણ તેમજ વધારે પ્રમાણમાં ઠંડીને લઈને કેસર કેરીના મોરને ઝાંખપ આવી ગઈ છે. વાતાવરણ વારંવાર બદલાતા કેસર કેરીના મોરમાં ગળો નામનો રોગ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો શું કહે છે તે જાણીએ.
દિતલા ગામના ખેડૂત જગાભાઈ રબારીએ જણાવ્યું કે, કેસર કેરીના પાકને અનુકૂળ વાતાવરણ મળે તો કેસર કેરીનો પાક થાય છે. પરંતુ અમરેલી જિલ્લામાં અવારનવાર વાતાવરણ બદલાતા આંબા પરના મોરને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. વધારે પ્રમાણમાં ઠંડીને લઈને આંબા પર રહેલ મોર કાળા પડવા લાગ્યા છે. તેમજ મોર ધીમે ધીમે સૂકાવા લાગ્યા છે.
અમરેલી જિલ્લો કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંની કેસર કેરી ગુજરાત ઉપરાંત વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગને લઈને ક્યાંકને ક્યાંક કેરી પકવતા ખેડૂતોમા ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો જરૂર પડે ખાતર તેમજ યોગ્ય રીતે પાણી પણ પાઈ રહ્યાં છે. પરંતુ આ વાતાવરણ હાલના તબક્કે કેસર કેરીના મોરને અનુકૂળ નથી થતું, ત્યારે આવનારા દિવસોમાં વાતાવરણ વ્યવસ્થિત થાય તો જ કેરીના આંબા ઉપર મોરનું ફ્લાવરિંગ થશે. જો આવું વાતાવરણ રહેશે તો આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થશે તેવું ખેડૂતો માની રહ્યા છે.
હવામાન વાતાવરણ બદલાતા કેસર કેરીના મોરને માઠી અસર જોવા મળી રહી છે. વધારે પ્રમાણમાં ઠંડીને લઈને કેસર કેરીના મોરને આ વાતાવરણ માફક નથી આવતું. જેને લઇને મોરમાં ગાળો રોગ આવી ગયો છે. મોરનો જે વિકાસ થવો જોઈએ તે વિકાસ થતો નથી. આમ આવનારા દિવસોમાં કેસર કેરીનું ઉત્પાદન ઓછું થાય તેઓ અહીંના ખેડૂતો માની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે