સાવધાન: તમે નહીં ધાર્યું હોય તેવું થશે! નવેમ્બરમાં વરસાદ, કડકડતી ઠંડી સાથે વાવાઝોડાની આગાહી
Gujarat Weather Forecast : આગાહી છે કે, નવેમ્બર મહિનામા ભારતના અનેક ભાગોમાં વરસાદ આવશે. દરિયામાં થશે ભારે હલચલ, હવામાનમાં થશે મોટો ફેરફાર, IMD એ અલ નીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
Trending Photos
Gujarat Weather Forecast : ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે. વાતાવરણમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગે મોટી ભવિષ્યવાણી કરી છે કે, નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સમયે ઠંડી ગરમીનું વાતાવરણ ફરી જોવા મળશે.
ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.
આવામાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. 28મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. 28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટાં નહીં હોય. એટલે ખેડૂતોએ 28 તારીખથી પણ ગભરાવવાનું નથી.
આઈએમડી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું કે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડીને દેશના બાકીના ભાગોમાં વરસાદની શક્યતા છે. આઈએમડીએ એવુ પણ જણાવ્યું કે, નવેમ્બર મહિનામં દેશના અનેક ભાગોમાં વરસાદ આવશે. આ વરસાદથી સામાન્યથી ભારે વરસાદ રહેશે. વાતાવરણમાં આવતા આ ફેરફારથી ઠંડી રાતો હવે ગરમ થવાની શક્યતા છે. દેશના અનેક ભાગોમાં દિવસ અને રાતના સમયે તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે.
નવેમ્બર મહિનામાં એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે. દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતન કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જોકે, આમાં ગુજરાત અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં તેની અસર થશે કે નહિ તે આગાહી હજી કરાઈ નથી.
IMD એ મંગળવારે દરિયાઈ પવન અલ નીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીએ કહ્યું કે ભારતીય ખંડમાં તેની અસર વધુ મજબૂત બની રહી છે. આને કારણે ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં નવેમ્બરમાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મતલબ કે નવેમ્બરમાં બહુ ઠંડી નહીં પડે.
ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે. નવરાત્રિ બાદથી જ ગુજરાતમાં રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે.
તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે. તો નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે