શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય

5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો હોવાની પહેલી ખબર ઉઠી હતી બ્રિટનમાં. જી હા બ્રિટનમાં જ કેટલાક લોકોએ 7 મોબાઈલ ટાવર્સમાં આગ ચાંપી દીધી હતી. વાત આટલે થી અટકતી નથી. 

 શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસ ફેલાઈ છે? જાણો વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય

આશ્કા જાની/અમદાવાદઃ  શું 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાઈ રહ્યો છે? વાયરલ થયેલી ખબર મુજબ દુનિયામાં 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. 5Gને કોરોના સાથે એટલે જોડવામાં આવી રહ્યું છે કે ચીનના વુહાનમાં 5G ટાવર લગાવવાની શરૂઆત થઈ ત્યારે જ કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો હતો. 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો હોવાની પહેલી ખબર ઉઠી હતી બ્રિટનમાં. જી હા બ્રિટનમાં જ કેટલાક લોકોએ 7 મોબાઈલ ટાવર્સમાં આગ ચાંપી દીધી હતી. વાત આટલે થી અટકતી નથી. કેટલાક લોકોએ તો બ્રોડબેન્ડ એન્જિનિયરને અપશબ્દો પણ કહ્યા. સવાલ એ થાય કે શું ખરેખર 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ફેલાવો થઈ શકે ખરો? જવાબ છે ના.

તો પછી આ ખબર અચાકન ફરીથી વાયરલ કેવી રીતે થઈ ગઈ? આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે અને 6 મહિનાના પ્રયાસો પછી પણ વૈજ્ઞાનિકો કોઈ ચોક્કસ દવા શોધી શક્યા નથી ત્યારે કઈ રીતે 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનો ચેપ ફેલાઈ શકે? શું છે આ વાયરલ ખબરનું સત્ય? એપ્રિલ મહિના બાદ ફરી એકવાર જુલાઈમાં આ પ્રકારની ખબરો વાયરલ થઈ રહી છે. 5G ટાવર સાથે જોડાયેલા અનેક મેસેજ અને વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર ચોંકાવી દેતા આ દેવા પાછળની શું છે સચ્ચાઈ? ભારત, ઈરાન અને જાપાન જેવા દેશોમાં તો 5G ટેકનોલોજીની શરૂઆત પણ નથી થઈ તો પછી તેનાથી કોરોના ફેલાઈ કેવી રીતે શકે? તો સચ્ચાઈ એ છે કે ઑનલાઈન દુનિયામાં આ ખબર મુદ્દે ખલબલી મચી ગઈ ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા આગળ આવી અને કહ્યું કે 5G મોબાઈલ ટાવરથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ શકે છે એ વાતમાં કોઈ દમ નથી.

વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? આ છે સંભવિત ઉમેદવારો

WHOએ  એડવાઈઝરી જાહેર કરી અને સ્પષ્ટ કર્યું કે, કોરોના વાયરસના રેડિયો તરંગો કે મોબાઈલ નેટવર્કથી કોરોના ફેલાતો નથી. આ ખબર વાયરલ ફરીથી વાયરલ થઈ રહી છે તેનું કારણ એ છે કે થ્રીજી અને ફોરજીની સરખામણીએ ફાઈવ જી ટેકનોલોજીમાં ગાઢ નેટવર્કની જરૂર પડે છે. તેમાં સ્પેક્ટ્રમ બેન્ડ, મિડ બેન્ડ અને મિલીમીટર વેવ્સનો ઉપયોગ થાય છે. અને તેમાં હાઈ ફ્રિકવન્સીની જરૂર પડે છે. અને તેના કવરેજ માટે વધુમાં વધુ ટાવર લગાવવાં પડે છે. નાના-નાના સેલ નેટવર્કની જરૂર પડે છે. જો કોઈ ટેલિકોમ કંપની મિલીમીટર વેવ્સનો ઉપયોગ કરે તો દરેક બેઝ સ્ટેશન પર વધુ એન્ટેના લગાવવાં પડે છે. કન્સલટન્સી ફર્મ અર્ન્સ્ટ એન્ડ યંગના કહેવા મુજબ ફોરજીની સરખામણીએ ફાઈવ જીના દરેક સેલમાં 5થી 10 ગણા વધારે નાના સેલની જરૂર પડે છે. જેથી વધારે ટાવર, વધારે એન્ટેના અને વધારે નાના સેલ લગાવવાની જરૂર પડે છે. એટલે કે લોકો રેડિયો તરંગો સાથે વધારે સંપર્કમાં આવે છે પરંતુ એનો મતલબ એવો નથી કે તેનાથી કોઈ નુકસાન થાય છે. અને 5G નેટવર્ક એક પ્રકારનું ગાઢ જાળું હોવાની સાથે કોરોના વાયરસના સંક્રમણને કોઈ લેવા દેવા નથી. એટલે કે એપ્રિલ મહિનાથી વાયરલ થઈ રહેલો આ દાવો પાયાવિહોણો છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news