અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ! શું ગુજરાતના આ વિસ્તારો પાણી-પાણી થઈ જશે? જાણો લેટેસ્ટ આગાહી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
Gujarat Rain News: ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ બન્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા, જાફરાબાદ, વડીયા, બગસરા બાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. દેવરાજીયા, કેરીયા, સરંભડા, તરકતળાવ, પીઠવાજાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ મેઘરાજાની નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે.
ગુજરાતમાં આગામી 24 કલાક ભારે રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં 30 થી 40 કિ.મીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. ગુજરાત આગામી 24 કલાકમાં પાણી પાણી થઇ જશે. આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની પુરેપુરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યુ કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે.
રાજ્યમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે.
સાવરકુંડલામાં વિરામ બાદ વરસાદ શરૂ
સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે