ધોરણ 9 થી 12 ની શાળાઓ શરૂ કરવા જામનગરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની DEO ને રજૂઆત

જામનગરમાં પણ ધોરણ 9 થી 12 ની શાળાઓ ત્વરિત શરૂ કરવાની માંગ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત.... 

ધોરણ 9 થી 12 ની શાળાઓ શરૂ કરવા જામનગરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની DEO ને રજૂઆત

મુસ્તાક દલ, જામનગર: રાજ્યભરની સાથે જામનગરમાં પણ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જામનગરમાં ધોરણ 9 થી 12 ની શાળાઓને શરૂ કરવા ઉગ્ર માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાં આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો દ્વારા આવેદનપત્ર પાઠવી ધોરણ 9 થી 12 ની શાળા શરૂ કરવા માંગ કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં પણ આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ન્યુ સ્કૂલ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું... જામનગર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા ની આગેવાની હેઠળ શહેર-જિલ્લાની તમામ ખાનગી શાળાના સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવેદનમાં જણાવ્યું છે કે હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. સરકાર દ્વારા ટયુશનકલાસીસ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહીંત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે.

આ અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉંગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ આજરોજ શિક્ષણાધિકારીઓને આવેદનપત્ર આપી સ્વનિર્ભર શાળા સંચાલકોની માંગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ હોવાથી બાળકોના અભ્યાસક્રમને પણ ભારે નુકસાન થઈ રહ્યું હોય અને શૈક્ષણિક કાર્ય ખોરંભે ચઢી રહ્યું છે ત્યારે વિવિધ માંગણીઓ સાથે જામનગરમાં પણ ધોરણ 9 થી 12 ની શાળાઓ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news