ઠગ ઓફ મહેસાણા! 'હેપ્પી લોન'ના નામે ગુજરાતના 26000 લોકો સાથે ઠગાઈ, ચીટરની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી
મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને હેપ્પી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 26000 સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે. જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: રાજ્યમાં છાશવારે અનેક મોટા કૌભાંડોમાં લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે, તેમ છતાં લોભિયા લોકો તેમાંથી બોધપાઠ મેળવતા નથી, ત્યારે મહેસાણામાં હેપ્પી લોનના નામે લાખ્ખોનું ઠગાઈ કૌભાંડ ઝડપાયું છે. મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને હેપ્પી લોન નામની કંપની બનાવી આખા ગુજરાતમાં 26000 સભ્યો સાથે કૌભાંડ આચર્યું છે. જે સંદર્ભે મહેસાણા એ ડિવિઝનમાં આ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ચેનલ પદ્ધતિથી આખા ગુજરાતમાં લોન આપવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. જેમાં 1000 રૂપિયાની લોનના બીજા સભ્યો બનાવો તો જ લોન મળે એવી શરત રાખવામાં આવી હતી. ચેનલ પીન સિસ્ટમથી સભ્યો બનાવી લોન કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પિયુષ વ્યાસ નામના ચીટરની વેબસાઈટ ઉપર આ કંપનીમાં 26,000 સભ્યો બનાવી લોકોને ચૂનો લગાવ્યો હતો. ઝીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડીની લાલચ આપવામાં આવતી હતી. લોનની સાથે ઇનામ આપવાની લાલચ પણ લોકોને આપવામાં આવી હતી. જેના ઝાંસામાં અનેક લોકો આવ્યા હતા અને કંપનીમાં સભ્યો બનેલા લોકોને લોન કે ઇનામ આપ્યા જ નહીં. ત્યારબાદ હેપ્પી લોન કંપની બંધ પણ કરી દેવાઈ હતી. જેના કારણે ચીટર પિયુષ વ્યાસ સામે ફરિયાદ નોંધાઈ હતી.
કડીના ચંદીગઢ ખાતે રહેતા રાજુભાઇ દતાંણીને તેમના એક મિત્ર પાસેથી એક સ્કીમ જાણવા મળી હતી. ત્યારબાદ મહેસાણાના પીલાજીગજ નજીક જિન કૃપા કોમ્પલેક્ષ ખાતે નાગરિક શક્યતા કેન્દ્ર નામની ઓફિસમાં બેસતા પિયુષ વ્યાસ સાથે મુલાકાત કરાવી માય હેપ્પી લોન નામની કંપની બતાવી હતી અને કંપનીમાં પેમ્પ્લેટ બતાવ્યા હતા. જેમાં લોન લેવા માટે કોઈ પુરાવા કે બેન્ક ખાતા વિના પિયુષ વ્યાસે 1000 રૂપિયા જમા લઈ સભ્ય બનાવ્યા હતા. ત્યારબાદ જીરો ટકા વ્યાજ, 50 ટકા સબસીડી જેવી અનેક લોભામણી લાલચ આપીને ફસાવ્યો હતો અને ચેનલ પદ્ધતિ લોન આપવાનું નેટવર્ક ઉભું કર્યું હતું. અને ફરિયાદી રાજુભાઇ દતાંણીને અન્ય લોન લેવા માટે સભ્યો બનાવવા જણાવ્યું હતું જેના કારણે ફરિયાદીએ પોતાની નીચે કુલ 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા. ત્યારબાદ સભ્ય દીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને લોન આપી નહોતી.
જોકે ફરિયાદીએ પૈસા પરત માંગતા પિયુષ પૈસા આપ્યા નહોતા ત્યારબાદ ફરિયાદીને જાણવા મળ્યું કે પીયૂષે સમગ્ર ગુજરાતમાંથી પોતાની કંપનીની એપ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસાનું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હતું. સમગ્ર કેસમાં હાલમાં મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદીએ પિયુષ વ્યાસ સામે કલમ કલમ 406,420, થતા ઘી પ્રાઈઝ ચિટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બનીગ એકટ 1978 ની કલમ 3,4,5 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે