ગુજરાત પહોંચ્યા પીએમ મોદી, પળેપળની માહિતી માટે જોતા રહો ZEE 24 કલાક

ગુજરાત પહોંચ્યા પીએમ મોદી, પળેપળની માહિતી માટે જોતા રહો ZEE 24 કલાક
  • પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા.
  • એરપોર્ટથી તેઓ સીધા જ કેશુભાઈના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા.
  • કનોડિયા ભાઈઓની તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’

ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદી (narendra modi) ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે, પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા. જ્યા તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. જેના અમદાવાદથી સીધા જ તેઓ કેવડિયા જવા રવાના થયા હતા. તેઓ હીરાબાને મળ્યા ન હતા. 

એરપોર્ટથી સીધા કેશુબાપાના ઘરે પહોંચ્યા પીએમ

એરપોર્ટથી તેઓ સીધા જ કેશુભાઈના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેઓએ સૌથી પહેલા કેશુબાપાની તસવીરને પ્રણામ કર્યા હતા. અહી તેઓએ કેશુભાઈના પરિવારજનો સાથે થોડી વાતચીત કરી હતી. રાજનીતિમાં કેશુભાઈ તેમના માર્ગદર્શક બની રહ્યા હતા. વર્ષો સુધી તેઓએ સાથે કામ કર્યું હતું. ત્યારે પોતાના ગુરુ એવા કેશુભાઈને તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. કેશુભાઈના દીકરી સોનલબેન દેસાઈએ પીએમ મોદીની આ મુલાકાત વિશે કહ્યું કે, પરિવારના વડીલ તરીકે અમારા વચ્ચે આવ્યા હતા. અમારી સાથે બેસી દિલસોજી વ્યક્ત કરી. છેલ્લા સમયની સ્થિતિ કેવી હતી તે સંસ્મરણો વાગોળ્યા હતા. જ્યારે કેશુબાપાન કોરોના થયો હતો ત્યારથી તેઓ સતત સંપર્કમાં હતા. કોવિડમાંથી મુક્ત થયા બાદ તેમની સ્થિતિ અંગે પણ તેઓએ પૂછપરછ કરી હતી. અમારી વચ્ચે આવી શ્રદ્ધાંજલિ આપી તે બદલ તેમનો આભાર છે. 

કનોડિયા બંધુઓની તસવીર જોઈને પીએમ બોલ્યા,  બંને ભાઈ અમર થઈ ગયા 

કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી. અહી પીએમ મોદીએ કનોડિયા બંધુઓની તસવીરોને નમન કર્યું હતુ. કનોડિયા પરિવારમાં બંને ભાઈઓની તસવીરો લગાવવામાં આવી હતી. ત્યારે આ વિશે હિતુ કનોડિયાએ મીડિયાને જણાવ્યું કે, દુખની ઘડીએ પીએમ મોદી તેમના ઘરે આવ્યા એ અમારા માટે મહત્વનું છે.   જ્યાં પીએમ મોદી ગુજરાતમાં હતા, ત્યારે કનોડિયા બંધુઓ સાથે ભાઈ જેવી લાગણી વ્યક્ત કરતા હતા. તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’ પીએમ મોદી અમારા ઘરે આવ્યા તે અમારા માટે ગર્વની વાત છે. તો પીએમ મોદીએ હિતુ કનોડયા અને તેમના માતા સાથે વાતચીત કરીને દિલસોજી વ્યક્ત કરી હતી. 

કેશુબાપા, કનોડિયા પરિવારના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત 
અમદાવાદ પહોંચતા જ પીએમ નરેન્દ્ર મોદી માતા હીરા બાને પણ મળવા જવાના છે. આમ, તેઓ પોતાના પરિવાર ઉપરાંત કેશુભાઈ અને કનોડિયા બંધુઓના પરિવારની મુલાકાત લીધી હતી. પીએમ મોદીના આગમન પહેલાં કેશુબાપાનુ નિવાસ સ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું. કેશુભાઇ પટેલના ઘરની સિક્યુરીટી એસપીજી હસ્તક છે. ઘર તરફ જતા માર્ગ બંધ કરાયા છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો કનોડિયા બંધુઓના ઘરની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો બીજી તરફ, તેમના આગમનને લઈને એરપોર્ટ પર પણ જડબેસલાક બંદોબસ્ત મૂકાયો હતો. એરપોર્ટ ખાતે એસપીજી, પોલીસ, બોમ્બ સ્ક્વોડ, તૈનાત કરાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news