Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોના માટે આ બે પ્રકારના લોકો છે જવાબદાર

કોરોના વાયરસની (Coronavirus) અલગ અલગ લોકો પર અલગ અલગ અસર થતી હોય છે. જેમાં કેટલાંક પરિબળો જેમ કે જાતિ (Gender), ઉંમર (Age), ખોરાક (Diet) તેમજ વર્તનભાત (Behavior) પણ મહત્વનું પરિબળ રહ્યું છે.

Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોના માટે આ બે પ્રકારના લોકો છે જવાબદાર
  • ટાઈપ એ વ્યક્તિત્વ ધરાવનાર 63% લોકોને કોરોના થયો
  • એ અને બી કેટેગરી કરી 1170 લોકોનું કર્યો સર્વે
  • તરણમાં વ્યક્તિનો પ્રકાર પણ કોરોના માટે જવાબદાર હોવાનું આવ્યું સામે

ગૌરવ દવે/ રાજકોટ: કોરોના વાયરસની (Coronavirus) અલગ અલગ લોકો પર અલગ અલગ અસર થતી હોય છે. જેમાં કેટલાંક પરિબળો જેમ કે જાતિ (Gender), ઉંમર (Age), ખોરાક (Diet) તેમજ વર્તનભાત (Behavior) પણ મહત્વનું પરિબળ રહ્યું છે. ત્યારે ટાઈપ A અને ટાઈપ B વર્તનભાતમાં (વ્યક્તિત્વ પ્રકાર) સૌથી વધુ કોરોના (Corona) કોને થયો. એ જાણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) મનોવિજ્ઞાન ભવન દ્વારા કુલ 1170 લોકો સાથેની વાતચીત અને રૂબરૂ મુલાકાત આધારે તેમના વ્યક્તિત્વ લક્ષણો જાણ્યા તો માલુમ પડ્યું કે ટાઈપ A વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં કોરોના વઘુ જોવા મળ્યો હતો. 

આ સર્વે (Survey) પરથી કહી શકાય કે, અન્યની વાતમાં જલદીથી આવી જતા હોય, સ્પર્ધાત્મક વલણ વધુ ધરાવતા હોય, આત્મવિશ્વાસનો (Confidence) અભાવ હોય, લોકો સાથે મળવામાં સંકોચ અનુભવતા હોઈ, પોતાની વાત કે લાગણી અન્ય સાથે શેર ના કરી શકતા હોય, ઝડપથી કોઈ નિર્ણય ન લઈ શકતા હોય, અણગમતી વ્યક્તિ સામે આવી જતાં અસલામતીનો અનુભવ કરતા હોય, સતત ટેવરૂપ કે એકધારું વલણ ધરાવતાં, અચાનક કોઈ મુશ્કેલી સામે આવતા ધૈર્ય ગુમાવી બેસતા હોય તે લોકો કોરોનાનો (Corona) સૌથી વધુ ભોગ બન્યા છે. જેને મનોવિજ્ઞાનમાં (Psychology) ટાઈપ 'A' વર્તનભાત એટલે કે, ટાઈપ 'A' વ્યક્તિત્વ પ્રકાર કહે છે.

1. શું તમે કોઈની વાતમાં જલદીથી આવી જાવ છો?

  • હા 68 %
  • ના 22 % 
  • ક્યારેક 10%

2. તમે ઉદાસીન રહો છો?

  • હા 56%
  • ના 27
  • ક્યારેક 17%

3. શું તમે કોઈને વિજેતા જોઈને ચિંતા અનુભવો છો?

4. કોઈ ખરાબ સમાચાર સાંભળીને ઉદાસી કે ચિંતા અનુભવો છો?

  • હા 54%
  • ના 26 %
  • ક્યારેક 20%

5. શું તમે કોઈ જગ્યાએ જવાનું હોય ત્યારે સમયસર પહોંચવાનું પસંદ કરો છો? 

  • હા  45%
  • ના 55%

6. શું તમે તમારી જીવનની દરેક સમસ્યાઓ ગમતી વ્યક્તિને ખુલ્લા મનથી કઈ શકો છો..?

7. તમે અજાણ્યા વ્યક્તિ સાથે જલ્દી સમાયોજન સાધી શકો છો? 

  • હા 42%
  • ના  58%

8. શું તમે કોઈને દુઃખી જોઈને દુઃખ અનુભવો છો કે પછી કોઈ ફર્ક પડતો નથી?

  • હા 42%
  • ના 58%

9. તમારા ભાઈ-બહેન કે મિત્રની સાથે સ્પર્ધા કરવી ગમે છે?

  • હા 79%
  • ના 21%

10. કેટલીક બાબતોમાં નિર્ણય ન કરી શકતાં હોય એવું ક્યારેય લાગે છે?

11. અણગમતી વ્યક્તિ સામેથી આવતી હોય તો તમે રસ્તો બદલી નાંખો છો?

  • હા 59%
  • ના 28% 
  • ક્યારેક 13%

12. કોઈને કોરોના થયાના સમાચાર સાંભળીને ભયનો અહેસાસ થતો હતો.

  • હા 88%
  • ના 12%

13. અચાનક આવી પડતી મુશ્કેલીમાં ધૈર્ય ગુમાવી બેસો છો?

આવા વ્યક્તિ A પ્રકારની પ્રકૃતિ ધરાવે
ટાઇપ A વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ અન્ય વ્યક્તિ, પદાર્થો કે પ્રસંગોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. લોકો સાથે હળવામળવાનું તેઓ ટાળે છે. તેઓ વિચારશીલ અને સ્વકેન્દ્રી હોય છે. તેઓના નિર્ણયો અને વર્તનો બાહ્ય ઉદ્દીપકોની વસ્તુલક્ષી છાપને આધારે નહિ, પરંતુ બાહ્ય ઉદ્દીપકોના પોતે કરેલાં અર્થઘટનો કે પ્રત્યક્ષીકરણોને આધારે નક્કી થાય છે. તેઓના નિર્ણયો વ્યક્તિલક્ષી અનુભવ કે અંતરાત્માના અવાજ પર આધારિત હોય છે. તેમજ તેઓ વધારે પડતું સ્પર્ધાત્મક વલણ ધરાવતા હોય છે. તેઓ ગુસ્સે ઝડપ થાય છે અને અણગમતી વ્યક્તિ સામેં આવી જતા તે અસલામતી અનુભવતાં હોઈ છે. વર્તનનું આ પ્રકારનું વલણ એકધારું, સતત ને ટેવરૂપ હોય છે.

આ છે B પ્રકારની વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ
ટાઈપ B વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને બાહ્ય ઘટનાઓ, પદાર્થો, વ્યક્તિઓ પ્રસંગોમાં વિશેષ રસ હોય છે. તેઓ વાતાવરણથી વધારે પ્રભાવિત થાય છે. તેઓ મિલનસાર અને અજાણ્યા વાતાવરણમાં પણ આત્મવિશ્વાસથી વર્તે છે. તેમને લોકો સાથે સંબંધો બાંધવા ને નિભાવવા ગમે છે. તેમના મોટાભાગનાં નિર્ણયો અને વર્તનો બાહ્ય વાતાવરણ, સંજોગો, વાસ્તવિકતા તથા વસ્તુલક્ષી હકીકતોને આધારે તેઓ નક્કી કરે છે. તેમના બધા જ અગત્યના નિર્ણયો પર ઝડપથી કાર્ય છે. તેમની રુચિઓ, મૂલ્યો અને મનોવલણો પણ બાહ્ય ભૌતિક વાતાવરણની વધુ અસર જોવા મળે છે.

આમ છતાં કોઈ પણ માનવી સંપૂર્ણપણે ટાઈપ A કે ટાઈપ B વ્યક્તિત્વ ધરાવતો હોતો નથી; પરંતુ ઉભયમુખી હોય છે. દરેક વ્યક્તિમાં બંને પ્રકારનાં વલણો હોય છે. પહેલું પ્રગટ અને સભાન હોય છે જ્યારે બીજું અપ્રગટ અને અભાન હોય છે. પ્રગટ રીતે ટાઇપ બી વલણ ધરાવનાર માનવીના ‘વ્યક્તિગત અચેતન’માં ટાઈપ એ વલણના અંશો અને પ્રગટ રીતે ટાઈપ એ વ્યક્તિત્વ ધરાવનારના અચેતન મનમાં ટાઈપ બી ના  અંશો પડેલા હોય છે, જે વર્તનમાં વચ્ચે વચ્ચે પ્રગટ થઈ જતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news