ધોરણ 3થી 8ની 30-31 ડિસેમ્બરે એકમ કસોટી, 6 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવી પડશે ઉત્તરવહી

  શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાનારી એકમ કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે. આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 અને 31 મી ડિસેમ્બરના રોજ લેવાશ. આ અગાઉ વિભાગ દ્વારા 4 એકમ કસોટી યોજાશે. ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીમાં પરીક્ષાનું આયોજન કરવાનું શક્ય નહી હોવાનાં કારણે ઘરે જ પરીક્ષા અંગેનું આયોજન કરવા માટે શાળાઓને આદેશ અપાયા છે. 
ધોરણ 3થી 8ની 30-31 ડિસેમ્બરે એકમ કસોટી, 6 જાન્યુઆરી સુધીમાં જમા કરાવવી પડશે ઉત્તરવહી

ગાંધીનગર:  શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાનારી એકમ કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે. આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 અને 31 મી ડિસેમ્બરના રોજ લેવાશ. આ અગાઉ વિભાગ દ્વારા 4 એકમ કસોટી યોજાશે. ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીમાં પરીક્ષાનું આયોજન કરવાનું શક્ય નહી હોવાનાં કારણે ઘરે જ પરીક્ષા અંગેનું આયોજન કરવા માટે શાળાઓને આદેશ અપાયા છે. 

અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર કસોટી લેવામાં આવી છે. ડિસેમ્બરમાં યોજનારી એકમ કસોટી માટે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં મોકલી આપવામાં આવશે. ગુજરાતી અને ગણિત વિષયમાં લેવાનારી આ પરીક્ષા બાદ વાલીઓને 6 જાન્યુઆરી સુધીમાં ઉત્તરવહીઓ જમા કરાવવી પડશે. ત્યાર બાદ શાળા સ્તરે કાર્યવાહી શરૂ થશે.

જે શાળાઓ ડિસેમ્બરના અંતમાં નાતાલનું વેકેશન રાખતી હોય તેવી શાળાઓ એકમ કસોટીનાં કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. આ શાળાઓએ પણ 6 જાન્યુઆરી સુધીમાં એકમ કસોટીની ઉત્તરવહીઓ પરત મળી જાય તે પ્રકારે આયોજન કરવાનું રહેશે. તે માટેનું તમામ આયોજન અને તૈયારીઓ શાળા સ્તરે જ કરવાની રહેશે. અત્રે ઉલ્લેખીય છે કે, શાળાઓ ખુલવા અંગે હજી સુધી સ્થિતી સ્પષ્ટ નથી. તેવામાં પરીક્ષાનાં આયોજન અંગે અવઢવ છે. વાર્ષિક પરિક્ષાઓ અંગે પણ ભારે અવઢવ છે. અનેક રાજ્યો વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news