સુરતમાં 60 વર્ષની વૃદ્ધ મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number...’

સુરતમાં 60 વર્ષની વૃદ્ધ મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number...’
  • સુરતની આશરે 25 થી વધુ વૃદ્ધ મહિલાઓ ઉંમરને ભૂલીને ડાન્સ શીખી રહી છે
  • કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનાર દાદીઓને સલામ છે 

ચેતન પટેલ/સુરત :વૃદ્ધાવસ્થામાં મહિલાઓ શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓથી ગ્રસ્ત હોય છે. કંઈ નવુ કરવાની તાકાત રહેતી નથી. પરંતુ સુરતની 60 વર્ષથી ઉપરની મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number.. 'અનેક સર્જરી અને પીડાઓને બાજુમાં મૂકી સુરતની 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ડાન્સ અને ગરબા શીખી રહી છે. ‘ગ્રાન્ડ મા’ ગ્રુપની મહિલાઓ દરેક મહિલાઓ માટે હાલ યંગસ્ટર્સ માટે ચેલેન્જિંગ બની છે. જેઓ વિચારે છે કે આ ઉંમરમાં મહિલાઓ કશું કરી શકતી નથી તેવુ જરા પણ નથી. સુરતની દાદીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. 

જે ઉંમરમાં દાદીમાં પૌત્રને પૌત્રીને કહાનીઓ સંભળાવતા હોય છે. તે ઉંમરમાં સુરતની દાદીઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. તેમના ડાન્સ જોઈ ભલભલા મોઢામાં આંગળી દબાવી લેશે .સુરતના મીના મોદી ડાન્સ એકેડમીમાં આશરે 25થી વધુ આવી મહિલાઓ ડાન્સ શીખી રહી છે. જેમની ઉંમર 50થી લઈને 85 વર્ષ સુધીની છે. 

આ મહિલાઓએ ‘ગ્રાન્ડ મા’ નામનું એક ગ્રૂપ બનાવ્યું છે. આ ઉંમરમાં મહિલાઓ માનસિક અને શારીરિક રૂપથી નબળી થઈ જતી હોય છે. આ ઉંમરમાં શું કરવું એક મોટો પ્રશ્ન હોય છે. ઉંમરની આ અવસ્થા એવી છે કે, જેમાં કોઈ શોખ અથવા તો પોતાની માટે વિચારવાનો સમય રહેતો નથી. પરંતુ સુરતની આ દાદીઓએ આ ધારણાને ખોટી સાબિત કર્યું છે. આ ઉંમરમાં કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનાર દાદીઓ લોકો માટે એક ઉદાહરણ સ્વરૂપ બન્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news