ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે શરૂ થઈ કાનાફૂસી, ત્રણ નેતાઓના નામ રેસમાં આગળ
Gujarat Politics : ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અનેક નામો પર ચર્ચા થઈ રહી છે, ઓબીસી કે ક્ષત્રિય નેતાને પદ સોંપાઈ શકે છે તેવી ચર્ચા તેજ બની, જોકે, હાઈકમાન્ડ નવા નામની સરપ્રાઈઝ પણ આપી શકે છે
Trending Photos
Gujarat BJP President : સીઆર પાટીલ દિલ્હી જશે એ ફાઈનલ થઈ ગયું છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં પાટીલનો સમાવેશ થયો છે. એટલે પાટીલ હવે દિલ્હી જશે, તો પછી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાઓ તેજ બની છે. કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે, હવે પાટીલ પછી કોનો વારો. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે. ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના ના ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે.
પાટીલની ટર્મ પૂરી થઈ છતા એક્સટેન્શન અપાયું હતું
ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને કેન્દ્રીય પ્રધાન મંડળમા પ્રધાન કરીકે શપથ ગ્રહણ કરતા હવે તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ છોડવું પડશે. બીજી તરફ તેમનો ટર્મ પુરો થતા તેમનું એક વર્ષનું એક્ટેન્શન પણ પૂરું થવા આવ્યું છે. ત્યારે તેમના સ્થાને નવા અધ્યક્ષ તરીકે અનેક નામ ચર્ચાઈ રહ્યા છે. ભાજપની દિલ્હીની નેતાગીરી હંમેશાં સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે, આથી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી માત્ર અટકળો લગાવી શકાય તેમ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ દિગ્ગજોના નામ વધુ ચર્ચામાં
દેવુસિંહ ચૌહાણ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજા, શંકર ચૌધરી
જ્ઞાતિગત સમીકરણો કામ કરશે
ચર્ચા છે કે, પ્રદેશ અધ્યક્ષ કરીકે ઓબીસી સમાજમાંથી કોઈને સ્થાન મળી શકે છે. સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર નેતાને પણ જવાબદારી સોંપાઈ શકે છે.
નવા પ્રદેશ પ્રમુખ પર મોટી જવાબદારી
જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેના પર મોટી જવાબદારી રહેશે. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શક્યુ નથી. એક બેઠક ભાજપે ગુમાવીને છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. સાથે જ ચૂંટણીમાં ક્ષત્રિયોની નારાજગી પણ હતી. આ બધા ફેક્ટર વચ્ચે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની એન્ટ્રી થશે, એટલે તેમણે આ બધા મોરચે લડવુ પડશે.
જે ત્રણ નામ સૌથી વધુ ચર્ચામં છે. તે છે પ્રદીપસિંહ જાડેજા, દેવુસિંહ ચૌધરી અને જગદીશ વિશ્વકર્મા. તેમાં પણ પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી આગળ છે. પ્રદીપસિંહ જાડેજા સરકાર અને સંગઠન બન્નેમાં કામ કરી ચુક્યા છે. હાલ સાઇડ લાઇન છે. જે રીતે ક્ષત્રિયો નારાજ થયા હતા તેની અસર 2027 પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ના પડે તે માટે પ્રદીપસિંહ જાડેજાને પક્ષ અજમાવી શકે છે.
આ સાથે જ, સાથો-સાથ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતા છે. જો આવું થાય તો સંગઠનની રચના ઉપર તેની સીધી અસર જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે