કોરોના સંકટ: ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
Trending Photos
નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના સંક્રમણના કેસના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આદેશમાં કહ્યું હતું કે 15 જુલાઇ સુધી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના અવરજવર પર મંજૂરી નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)એ ગત શુક્રવારે કહ્યું હતું કે તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને રદ 15 જુલાઇ સુધી વધારી રહ્યાં છે પરંતુ પસંદગીના માર્ગો પર કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓની પરવાનગી સ્થિતિના આધાર પર આપી શકાય છે.
સરકારે આજે (3 જુલાઇ) એક સર્ક્યુલર જાહેર કર્યું છે કે, 26 જુનના આદેશમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 15 જુલાઇ સુધી પ્રતિબંધ લાગ્યો હતો તેને વધારી 31 જુલાઇ સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતથી આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક યાત્રી સેવાઓને 31 જુલાઈ 2020ના રાત્રીના 11.59 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે.
Ban on international commercial passenger flights to and from India extended till July 31, 2020. pic.twitter.com/6nltrHkG7d
— ANI (@ANI) July 3, 2020
સર્ક્યૂલરમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન્સ અને DGCA દ્વારા પરવાનગી પ્રાપ્ત ફ્લાઇટ્સ પર લાગુ નહીં થાય.
ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસના કારણે ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 31 માર્ચ બાદથી જ બંધ છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કે, સ્થિતિના આધાર પર પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને મંજુરી આપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે