કોરોના: કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા બદલી રણનીતિ, હવે આ રીતે કરાશે ટેસ્ટિંગ

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણની તપાસમાં રણનીતિ બદલી છે. નવી રણનીતિ મુજબ હવે હોટસ્પોટ કે ક્લસ્ટર વિસ્તારો કે પછી વિસ્થાપિત કેન્દ્રો પર જે લોકોને તાવ, શરદી કે ઉધરસ કે પછી નાકમાંથી પાણી નીકળવાના ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો હોય તેમના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. આ ટેસ્ટ બીમારીના સાત દિવસની અંદર અને બીમારીના સાત દિવસ બાદ કરાવવામાં આવશે. 
કોરોના: કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા બદલી રણનીતિ, હવે આ રીતે કરાશે ટેસ્ટિંગ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણની તપાસમાં રણનીતિ બદલી છે. નવી રણનીતિ મુજબ હવે હોટસ્પોટ કે ક્લસ્ટર વિસ્તારો કે પછી વિસ્થાપિત કેન્દ્રો પર જે લોકોને તાવ, શરદી કે ઉધરસ કે પછી નાકમાંથી પાણી નીકળવાના ઈન્ફ્લુએન્ઝાના લક્ષણો હોય તેમના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. આ ટેસ્ટ બીમારીના સાત દિવસની અંદર અને બીમારીના સાત દિવસ બાદ કરાવવામાં આવશે. 

કયા લોકોની અત્યાર સુધીમાં તપાસ થતી હતી
અત્યાર સુધી શ્વાસની ગંભીર બીમારીથી પીડિત, શ્વાસ લેવામાં તકલીફ, અને તાવ શરદીવાળા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની તપાસ થતી હતી. જેમણે છેલ્લા 14 દિવસમાં વિદેશ પ્રવાસ કર્યો હોય અને તેમનામાં પહેલા લક્ષણો જોવા ન મળ્યા હોય પરંતુ પછી જોવા મળ્યાં તો તો તેવા દર્દીઓની તપાસ થતી હતી. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા એવા તમામ લોકો કે જેમનામાં લક્ષણો જોવા મળ્યા હોય, તેમની પણ તપાસ થતી હતી. આ ઉપરાંત એવા સ્વાસ્થ્યકર્મીઓ કે જેમનામાં લક્ષણો જોવા મળતા હોય તેમની પણ તપાસ થતી હતી. 

નોંધનીય છે કે કોરોના વાયરસને લઈને જોખમ સતત વધી રહ્યું છે. દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દર્દીઓની સંખ્યા વધીને 6412 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 199 લોકોના મોત થયા છે. 504 લોકો આ વાયરસને માત આપીને સાજા થઈ ચૂક્યા છે. 

આ અગાઉ કોરોના વાયરસ સામે લડી રહેલા દેશમાં વેન્ટિલેટર અને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની કોઈ અછત ન રહે તે માટે કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી દીધી. નાણા મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ સરકાર કોરોના સામે લડવા માટે કેટલાક વસ્તુઓની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસ પર છૂટ આપશે. 

જુઓ LIVE TV

જે આઈટમો પર બેઝિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસમાંથી છૂટ મળશે તેમાં વેન્ટિલેટર, ફેસમાસ્ક, સર્જિકલ માસ્ક, પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ, કોવિડ19 ટેસ્ટ કિટ, આ બધુ બનાવવાનો સામાન સામેલ છે. હાલ મેડિકલ ઈક્વિપમેન્ટ પર 5 ટકા હેલ્થ સેસ લાગે છે અને બેઝિક કસ્ટમ ડ્યૂટી 7.5 ટકા લાગે છે. હવે આ આઈટમો પર આગામી 30 સપ્ટેમ્બર સુધી કસ્ટમ ડ્યૂટી કે હેલ્થ સેસ ચૂકવવાના રહેશે નહીં. 

દેશમાં દર વર્ષે લગભગ 39000 કરોડ રૂપિયાના મેડિકલ ડિવાઝસ ઈમ્પોર્ટ થાય છે, પરંતુ કોરોનાના સમયે એવું મહેસૂસ થઈ રહ્યું છે કે કોવિડ-19ની ટેસ્ટ બહુ ઓછા થઈ રહ્યાં છે જે દેશમાં વધારવાની જરૂર છે. જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેના કારણે વેન્ટિલેટરની પણ મોટી સંખ્યામાં જરૂર પડી રહી છે. આ ઉપરાંત ડોક્ટર અને કોરોના સામે સીધી લડત લડી રહેલા હેલ્થકર્મીઓ માટે પીપીપી પણ મોટી સંખ્યામાં જરૂરી છે આથી એવો નિર્ણય લેવાયો છે કે થોડા મહિના સુધી આ વસ્તુઓ પર ડ્યૂટી અને સેસ ન લેવામાં આવે જેથી કરીને તેની અછત પૂરી કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news