કોરોના અંગે IIT જોધપુરનું મહત્વનું સંશોધન, અમેરિકાએ પણ પકડ્યાં કાન સંશોધનને પ્રકાશિત કર્યું
IIT જોધપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે, લક્ષણ ન હોય તેવા દર્દીઓની પણ ઓળખ થઇ શકે છે.
Trending Photos
નવી દિલ્હી : IIT જોધપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે, લક્ષણ ન હોય તેવા દર્દીઓની પણ ઓળખ થઇ શકે છે. આઇઆઇટી જોધપુરનાં બાયો સાયન્સ વિભાગનાં સંશોધનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓમાં ગંધ અથવા સુંઘવાની ક્ષમતા નષ્ટ થઇ જાય છે. ગન્ધના આધારે સ્ક્રીનિંગ કરીને કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની માહિતી મેળવી શકાય છે.
આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો કે, SARS-CoV-2 hACE2 (હ્યુમન એજિયોટેસિંગ કન્વર્ટિંગ ઇઝાઇમ 2) નામનાં એક વિશિષ્ઠ માનવ રિસેપ્ટર સાથે સંપર્ક માટે ઓળખાય છે. આ વાયરસનો પ્રવેશ બિંદુ હોય છે, જે ત્યાર બાદ ફેફસા સહિત શરીરના અન્ય હિસ્સાઓમાં ફેલાય છે. આઇઆઇટી જોધપુરનાં સંશોધન પત્ર અમેરિકાના કેમિકલ સોસાયટીનાં જનરલ ન્યૂરોસાયન્સમાં પ્રકાશિત થયો છે.
કોરોના વાયરસમાં અત્યાર સુધી અનેક એવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યાં દર્દીઓમાં બિમારીના કોઇ જ લક્ષણ નહોતા. જો કે તેમનામાં સુંધવાની ક્ષમતા અથવા તો જીભથી સ્વાદની ક્ષમતા નષ્ટ થઇ ચુકી હતી. મેડિકલની ભાષામાં તેને ક્રમશ એનોસ્મિયા અને એગિસિયા કહેવામાં આવે છે.
લક્ષણ નહી દેખાવાની સ્થિતીમાં આવા દર્દીઓને નેફ્રોલોજિસ્ટ પાસે તપાસ બાદ સેલ્ફ ક્વોરન્ટિંન માટે મોકલવામાં સરળતા રહેશે. તેના કારણે દર્દીઓનાં જીવનનો ખતરો પણ નહી રહે અને સંક્રમણ ફેલાવાનું જોખમ પણ ઘટી જશે. ભારતના પરિપેક્ષમાં આ સંશોધન વધારે મહત્વપુર્ણ સાબિત થઇ શકે છે. કારણ કે અહીં 65 ટકાથી વધારે આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દર્દીઓને કોઇ લક્ષણો જ નહોતા અથવા તો લક્ષણોની મુશ્કેલી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે