પત્નીની હાઇપ્રોફાઇલ લાઇફથી કંટાળી ગયો હતો પતિ, ગોળી મારીને કરી દીધી હત્યા
વેસ્ટ દિલ્હીમાં થયેલા નવ વિવાહિત યુવતિ નેન્સીની હત્યા કેસમાં પોલીસ સનસનીખેજ ખુલાસો કર્યો છે. જનકપુરી પોલીસે મહિલાના પતિ અને તેમના બે મિત્રોની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટ દિલ્હીના જનકપુરી પોલીસે નવ પરણિત નેન્સીની હત્યાના આરોપમાં તેના પતિ સાહિલ ચોપડા અને બે મિત્રોની ધરપકડ કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: વેસ્ટ દિલ્હીમાં થયેલા નવ વિવાહિત યુવતિ નેન્સીની હત્યા કેસમાં પોલીસ સનસનીખેજ ખુલાસો કર્યો છે. જનકપુરી પોલીસે મહિલાના પતિ અને તેમના બે મિત્રોની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટ દિલ્હીના જનકપુરી પોલીસે નવ પરણિત નેન્સીની હત્યાના આરોપમાં તેના પતિ સાહિલ ચોપડા અને બે મિત્રોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પતિ કાર ડીલરનો બિઝનેસ કરતો હતો અને યુવતી પહેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. લગભગ બે વર્ષ પહેલાં બર્થ ડે પાર્ટીમાં નેન્સી અને સાહિલની મિત્રતા થઇ હતી પછી પ્રેમ થયો અને બંને છુપાઇને રિલેશનમાં રહેવા લાગ્યા હતા અને પછી આ વર્ષે માર્ચમાં લગ્ન કરી લીધા હતા. આરોપીના પરિવારજનોનો આરોપ છે કે છોકરી ઘણા બોયફ્રેન્ડ હતા અને તે બાર ડાન્સર હતી. લગ્ન પછી ચાર લોકોનો આ પરિવાર ખુશીથી રહેતો હતો. પરંતુ વહૂની ખોટી હરકતોથે પુત્ર પરેશાન રહેતો હતો. તેમનું કહેવું હ અતું કે વહૂ બારમાં જઇને હજારૂ રૂપિયા લુટાવતી હતી.
કેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે હરિનગરમાં રહેનાર નેન્સીના પિતાએ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી કે ઘણા દિવસોથી તેમની પુત્રીના સંપર્કમાં ન હતા. તેમની પુત્રીના લગ્ન જનકપુરીમાં રહેનાર સાહિલ ચોપડાની સાથે આ વર્ષે માર્ચમાં થયા હતા. સાહિલ સેકન્ડ હેન્ડ ગાડીઓનો ધંધોનો ડીલર હતો. પરંતુ યુવતિના પિતાનો આરોપ છે કે લગ્ન પછી તેના સાસરીવાળા દહેજ માટે ટોર્ચર કરવા લાગ્યા.
તેમણે પોલીસને જણાવ્યું કે તેમની પુત્રીનો ફોન 11 નવેમ્બરના રોજ બંધ છે અને તેમને શંકા છે કે તેમની પુત્રીની સાથે કોઇ દુર્ઘાના થઇ ગઇ છે. ત્યારબાદ 26 નવેમ્બરના રોજ જનકપુરીમાં આઇપીસી 365/498 A/406/34 હેઠળ કેસ નોંધી દાખલ શરૂ કરી ગઇ. તપાસ અને પૂછપરછ સાથે ફોનની સીડીઆરની તપાસ કરવામાં આવી. પુરાવોના આધાર પર આરોપી 21 વર્ષીય પતિ સાહિલને પોલીસ સ્ટેશન બોલાવીને ધરપકડ કરી લીધી ત્યારબાદ તેના મિત્ર શુભમ (ડાબડી નિવાસી)ને દિલ્હીથી તેમના ત્રીજા સાથી બાદલને કરનાલના ઘરોંદાથી ધરપકડ કરવામાં આવી.
બીજી તરફ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે લગ્ન પછી દરરોજ બંને વચ્ચે લડાઇ થવા લાગી હતી. સાહિલને પત્ની નેન્સી પર શંકા થવા લાગી હતી. તેનાથી કંટાળીને સાહિલે હત્યાની ઘટનાને અંજામ આપી દીધો. ઘટનાના દિવસે દિલ્હીથી સાથે નિકળ્યા હતા. રસ્તામાં બંનેએ બીયર પીધી અને ઇંડા પણ ખાધા. ત્યારબાદ કોઇપણ વાતને લઇને ફરી ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને સાહિલે નેન્સીને ગોળી મારી હત્યા કરી દીધી.
નેન્સીની બોડીને રિફાઇનસીની દિવાલના સહારે ડમ્પ કરી દીધો. પોલીસે ત્રણેય આરોપીઓ સાથે લઇ જઇને હરિયાણાના પાણીપત રિફાઇનરીના દદલના ગામની પાસે નેન્સીની લાશ મળી હતી. તેના માથામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નેન્સીની લાશનું પોસ્ટમોર્ટમ પણીપતની હોસ્પિટલમાં કરવામાં આવી. ત્રણેય આરોપીઓ દ્વારા કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે.
આરોપી સાહિલના પિતા અશ્વિની ચોપડા અને તેમની પત્ની રોશની ચોપડાએ કહ્યું કે મારી પુત્રી ડિપ્રેશનમાં હતી. લગ્નના થોડા દિવસો બાદ પોતાની પત્નીથી ખૂબ પરેશાન હતો. આરોપીના માતા-પિતાનું કહેવું છે કે જે પિસ્તોલ વડે હત્યા થઇ છે તે પહેલા નેન્સી પાસે હતી. નેન્સી સતત પોતાના મિત્રો સાથે વાત કરતી અને પબ અને બારમાં જતી હતી.
આરોપીની માતાએ કહ્યું કે સાહિલ પોતાની પત્નીની ઐયાશીઓથી ખૂબ પરેશાન હતો. સતત ઘરના પૈસા ખર્ચ થતા રહેતા હતા તેમછતાં તે ચૂપ હતો. સાહિલ પોતાની પત્નીથી છુટકારો મેળવવા માંગતો હતો પરંતુ તે તેને છોડવા માંગતી ન હતી. છોડવાની વાત પર નેન્સી આરોપીને ધમકી આપતી હતી કે જો તે મને છોડી દીધી તો હું તારા અને તારા પરિવારને બરબાદ કરી દઇશ. નેન્સી કહેતી કે બધા પર દહેજ અને ત્રાસના આરોપમાં અંદર કરાવી દઇશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે