દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર નવાબ મલિકનો પલટવાર- 'કાલે હું હાઈડ્રોજન બોમ્બ ફોડીશ'

મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસમાં શરૂ થયેલો રાજકીય જંગ હવે અંડરવર્લ્ડ સાથે નેતાઓના સંબંધના આરોપો પર આવી ગયો છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસ તરફથી નવાબ મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે નવાબ મલિકનો વારો હતો જવાબ આપવાનો.

દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર નવાબ મલિકનો પલટવાર- 'કાલે હું હાઈડ્રોજન બોમ્બ ફોડીશ'

મુંબઈ: મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસમાં શરૂ થયેલો રાજકીય જંગ હવે અંડરવર્લ્ડ સાથે નેતાઓના સંબંધના આરોપો પર આવી ગયો છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસ તરફથી નવાબ મલિક પર અંડરવર્લ્ડ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો. હવે નવાબ મલિકનો વારો હતો જવાબ આપવાનો. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે સત્યને રાઈનો પહાડ બનાવીને રજુ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દિવાળી બાદ બોમ્બ ફોડીશ. બોમ્બ તો ફૂટ્યો નહીં પરંતુ હવે કાલે 10 વાગે હું અંડરવર્લ્ડનો હાઈડ્રોજન બોમ્બ ફોડીશ.

નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ ઉપર પણ આરોપ લગાવ્યા. નવાબ મલિકે કહ્યું કે આવતી કાલે સવારે 10 વાગે દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ સાથેના સંબંધોનો ખુલાસો કરીશ. નવાબ મલિકે કહ્યું કે મારા ઉપર અત્યાર સુધી આ પ્રકારના આરોપ લાગ્યા નથી. હું આજે કશું કહીશ નહીં. પંરતુ અંડરવર્લ્ડનો જે ખેલ શરૂ  થયો છે તેના પર હું આવતી કાલે સવારે 10 વાગે જણાવીશ. 

— ANI (@ANI) November 9, 2021

દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર સ્પષ્ટતા કરતા નવાબ મલિકે કહ્યું કે જે જમીનનો ઉલ્લેખ થઈ રહ્યો છે ત્યાં તેમનો પરિવાર પહેલેથી ભાડુઆત હતો. ત્યારબાદ તેનો માલિકી હક લેવામાં આવ્યો. નવાબ મલિકે કહ્યું કે જે જમીનનો ઉલ્લેખ કરાયો છે તેના પર  કોઓપરેટિવ સોસાયટી છે. જે 1984માં બની હતી. તે ગોવાવાલા કમ્પાઉન્ડના નામે ઓળખાય છે. ત્યાં અમારું પણ ગોડાઉન છે. જે ત્રણ વર્ષ માટે લીઝ પર હતું. 

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે 1996માં શિવસેના-ભાજપની સરકાર હતી. ત્યારે 9 નવેમ્બરના રોજ જ મે પેટાચૂંટણી જીતી હતી. તે સમયે ઉજવણી પણ ત્યાં થઈ હતી. અમે પહેલેથી ત્યાં ભાડુઆત છીએ. તેમણે કહ્યું કે જમીનની માલિકણે અમારો સંપર્ક કર્યો હતો કે તે લીઝની જમીનનો માલિકી હક અમને આપવા માંગે છે. ત્યારબાદ જેના નામથી પાવર ઓફ અટર્ની હતી, એટલે કે સલીમ પટેલ, તેની પાસેથી જમીન લેવામાં આવી. મલિકે આગળ દાવો કર્યો કે ગોવાવાલા કમ્પાઉન્ડમાં સરદાર વલીખાનનું હજુ પણ ઘર છે. વલી ખાનના પિતા ત્યાં વોચમેનનું કામ કરતા હતા. 300 મીટરના રાઈટ તેમણે પોતાના નામે ચડાવ્યા હતા. જેને નવાબ મલિક પરિવારે પોતાના નામ પર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

તેમણે કહ્યું કે જમીનની માલિકણે અમારો સંપર્ક કર્યો હતો કે તે લીઝની જમીનનો માલિકી હક અમને આપવા માંગે છે. ત્યારબાદ જેના નામથી પાવર ઓફ અટર્ની હતી, એટલે કે સલીમ પટેલ, તેની પાસેથી જમીન લેવામાં આવી. મલિકે આગળ દાવો કર્યો કે ગોવાવાલા કમ્પાઉન્ડમાં સરદાર વલીખાનનું હજુ પણ ઘર છે. વલી ખાનના પિતા ત્યાં વોચમેનનું કામ કરતા હતા. 300 મીટરના રાઈટ તેમણે પોતાના નામે ચડાવ્યા હતા. જેને નવાબ મલિક પરિવારે પોતાના નામ પર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

શું કહ્યું હતું દેવેન્દ્ર ફડણવીસે?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમ વચ્ચે કનેક્શનનો ખુલાસો કર્યો. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં બે નામ ગણાવ્યાં જેમાં સરદાર શાહવલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરાયો. તેમણે કહ્યું કે સરદાર શાહવલીને 1993 બ્લાસ્ટ મામલે આજીવન કેદની સજા થઈ. તે હજુ પણ જેલમાં છે. બોમ્બ વિસ્ફોટની તેને જાણકારી હતી. ગાડીઓની અંદર વિસ્ફોટકો ભરનારા લોકોમાં પણ તે સામેલ હતો. તેણે ટાઈગર મેમણને સહયોગ  કર્યો હતો.  આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ મહાનગર પાલિકામાં બોમ્બ  ક્યાં રાખવાના છે તેની રેકી કરી હતી. તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં RDX લોડ કરાવ્યો હતો. 

બીજા વ્યક્તિ મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 'તે દાઉદ ઈબ્રાહિમનો માણસ હતો. ફડણવીસે તેને હસીના પારકરનો ડ્રાઈવર, બોડીગાર્ડ ગણાવ્યો. પૂર્વ સીએમએ કહ્યું કે હસીના પારકર જ્યારે 2007માં અરેસ્ટ થઈ તો સલીમ પટેલ પણ અરેસ્ટ થયો હતો. રેકોર્ડથી જાણવા મળ્યું કે દાઉદના ફરાર થયા બાદ હસીનાના નામથી સંપત્તિઓ ભેગી થતી હતી. તેમાં સલીમનો રોલ મહત્વનો હતો. સંપત્તિઓની પાવર અટોર્ની તેના નામે લેવાતી હતી. આ સલીમ પટેલ હસીનાના તમામ બિઝનેસ (જમીન કબજા)નો પ્રમુખ હતો.'

દેવેન્દ્ર ફડણવીસે જમીન સૌદાનો કર્યો ઉલ્લેખ
દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું કે કુર્લામાં એક 3 એકર જગ્યા છે. તેને ગોવાવાલા કમ્પાઉન્ડ કહે છે. આ જગ્યા LBS રોડ પર છે. જે ખુબ મોંઘો વિસ્તાર છે. આ જમીનની એક રજિસ્ટ્રી સોલિડસ નામની કંપનીના નામે થઈ જે નવાબ મલિકના પરિવારની છે. ફડણવીસે કહ્યું કે તેનું વેચાણ સરદાર શાહ વલીખાન અને સલીમ પટેલે કરી હતી. જમીન સોલિડસ કંપનીને વેચવામાં આવી. આરોપ લગાવવામાં આવ્યો કે આ કંપની નવાબ મલિકના પરિવારની છે. જેનો માલિક ફરાઝ મલિક છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું કે જમીનની કિંમત ખુબ વધુ હતી આમ છતાં તેને 30 લાખમાં ખરીદવામાં આવી જેમાંથી ફક્ત 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા. 

આગળ ફડણવીસે પૂછ્યું કે નવાબ મલિક જણાવે કે જ્યારે ડીલ સમયે (2005) તેઓ મંત્રી હતા તો ડીલ કેવી રીતે થઈ? મુંબઈના ગુનેહગારો પાસેથી જમીન કેમ ખરીદી? પૂર્વ સીએમએ વધુમાં કહ્યું કે આ દોષિતો પર તે સમયે ટાડા લાગ્યો હતો. કાયદા મુજબ ટાડાના દોષિતોની સંપત્તિ સરકાર જપ્ત કરી લે છે. શું ટાડાના આરોપીની જમીન જપ્ત ન થાય, એટલે તે તમને ટ્રાન્સફર કરવામાં આવી?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news