Covid special Train માંથી મળ્યો 'ખજાનો', અડધી રાત સુધી ચાલી ગણતરી
સ્વતંત્રતા સંગ્રામ સેનાની સ્પેશિયલ ટ્રેન (Swatantrata Sangram Senani Special Train) માં 1.4 કરોડ રૂપિયા ભરેલી લાલ રંગની એક ટ્રોલી બેગ મળી છે, જે દિલ્હી (Delhi) થી બિહાર (Bihar)ના જયનગર લઇ જવામાં આવી રહી હતી.
Trending Photos
કાનપુર: સ્વતંત્રતા સંગ્રામ સેનાની સ્પેશિયલ ટ્રેન (Swatantrata Sangram Senani Special Train) માં 1.4 કરોડ રૂપિયા ભરેલી લાલ રંગની એક ટ્રોલી બેગ મળી છે, જે દિલ્હી (Delhi) થી બિહાર (Bihar)ના જયનગર લઇ જવામાં આવી રહી હતી. બેગ ટ્રેનના પેંટ્રી કારમાં પડેલી મળી અને જ્યારે તે સોમવારે રાત્રે કાનપુર પહોંચી, તો પેંટ્રી સ્ટાફે ઘટનાની જાણકારી જીઆરપી (GRP) ને આપી. જીઆરપીએ બેગને પોતાના કબજે કરી લીધી છે.
કોની છે બેગ?
બેગ ખોલતાં આ નોટો ભરેલી જોવા મળી હતી. નોટોની ગણતરી થાય ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવી. નોટોની ગણતરીનું કામ મંગળવારે રાત્રે પુરૂ થયું. ત્યારબાદ ઇનકમ ટેક્સ (Income Tax) અધિકારીઓને તેની સુચના આપવામાં આવી. પેંટ્રી સ્ટાફને આ વાતની જાણકારી ન હતી કે ત્યાં બેગ કોણે રાખી હતી. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી કોઇએ બેગ પર દાવો કર્યો નથી.
અધિકારીએ કહ્યું કે 'ટ્રેન આગળની યાત્રા માટે આગળ વધી ગઇ પરંતુ રૂટના કોઇ સ્ટેશન પર બેગ થઇ ગઇ હોવાનો ફરિયાદ લખાવવામાં આવી નથી. હવે અધિકારીઓએ પર નિર્ભર છે કે તે કેવી રીત આ પૈસાના માલિકને શોધે છે.
આ રીતે ખબર પડી
જાણકારી અનુસાર સ્વતંત્રતા સંગ્રામ સેનાની કોવિડ સ્પેશિયલ ટ્રેન નવી દિલ્હીથી સોમવારે રાત્રે 9:15 વાગે ચાલી હતી અને મોટી રાત્રે 2:51 વાગે કાનપુર સેંટ્રલ પહોંચી. આ દરમિયાન પેંટ્રી કારના કર્મચારીએ રેલવેના ઓફિસરોને ટ્રેનમાં લાલ રંગની ટ્રોલી બેગ લાંબા સમયથી પડીહોવાની જાણકારી આપી. જીઆરપી અને આરપીએફની ટીમ ત્યાં પહોંચી અને સ્કેનિંગ કર્યા બાદ જીઆરપીએ બેગને કબજે લીધી. મંગળવારે રાત્રે 12:15 પર નોટોની ગણતરી પુરી થઇ. આટલી મોટી સંખ્યામાં રૂપિયા મળ્યા હોવાની રેલવેના અધિકારી પણ હૈરાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે