Corona: દેશમાં અચાનક કેમ કૂદકેને ભૂસકે વધવા લાગ્યા કોરોનાના કેસ? આ રહ્યું કારણ
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-19ના નવા કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી.
દેશભરમાં અચાનક કેમ વધ્યા કોવિડ-19ના કેસ?
બેઠક દરમિયાન ડો. હર્ષવર્ધને કોવિડ-19ના વધતા કેસ માટે મોટા મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ખેડૂત આંદોલન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ ગણાવ્યું. બેઠકમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી સામેલ હતા. ડો.હર્ષવર્ધને સ્પષ્ટપણે કહ્યું કે દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને આ 11 રાજ્યોમાં અચાનક કેસમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દીધુ.
In Punjab, 80% of cases are due to the UK variant of COVID19. This has been confirmed by genome sequencing. The increase in cases is event-driven like large weddings, local body elections, farmer protest, etc could have a role in it: Union Health Minister Dr Harsh Vardhan (06.04) pic.twitter.com/AiM2xF2Elj
— ANI (@ANI) April 7, 2021
કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને 'તિલાંજલી' આપી- હર્ષવર્ધન
ડોક્ટર હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે એવું લાગે છે કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને 'તિલાંજલી' આપી છે. ન તો લોકો માસ્ક પહેરે છે, ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે અને ન તો ભીડમાં કમી છે, જેના કારણે કોરોના વાયરસના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે 'ગત વર્ષે આપણી પાસે રસી પણ નહતી અને તમામ નિયમોનું પાલન પણ કરાયું હતું જેના કારણે કેસ ઓછા થયા હતા.'
આ રાજ્યોમાં સ્થિતિ ખુબ કથળેલી
ડો.હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે કોરોના વાયરસથી ઠીક થવાનો દર 92.38 ટકા છે. દેશમાં વધતા કેસ છતાં મૃત્યુદર 1.30 ટકા પર છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટ 20 ટકા અને ગ્રોથ રેટ 8 ટકા છે. જ્યારે 80 ટકા યુકે વેરિએન્ટ પંજાબમાં મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, અને પંજાબમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં સામે આવનારા કેસમાંથી 81.90 ટકા કેસ આ રાજ્યોમાંથી સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે