અમને ટેકો મેળવવા માટે ઓછો સમય મળ્યો, રાષ્ટ્રપતિ શાસનથી ડરવાની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે
પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા એવી સંભાવના હતી કે ભાજપની 200-220 સીટો આવશે. એવી સ્થિતિમાં ભાજપના લોકો અમને મળવા આવ્યા હતા. અમે અંધારામાં તીર લગાવીને તેમનો સાથ આપ્યો હતો.
Trending Photos
મુંબઈઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, અમને સરકાર બનાવવા માટે ટેકો મેળવવા ઘણો ઓછો સમય મળ્યો છે. ટેકો મેળવવા માટે માત્ર 24 કલાકનો સમય ખુબ જ ઓછો હોય છે. રાજ્યપાલે ભાજપને ટેકો મેળવવા માટે વધુ સમય આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરી હતી, પરંતુ આટલા ટૂંકા ગાળામાં કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે વાટાઘાટો થઈ શકી નહીં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી ડરવાની જરૂર નથી. શિવસેના સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે વાટાઘાટો ચાલુ છે.
પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા એવી સંભાવના હતી કે ભાજપની 200-220 સીટો આવશે. એવી સ્થિતિમાં ભાજપના લોકો અમને મળવા આવ્યા હતા. અમે અંધારામાં તીર લગાવીને તેમનો સાથ આપ્યો હતો. હવે તેમની સ્થિતિ મજબુત બની ગઈ છે અને તેઓ પોતાના વચનમાંથી ફરી ગયા છે.
હિન્દુત્વ અંગે ઉદ્ધવે જણાવ્યું કે, એ તો ભાજપે જણાવાનું છે કે, તેમણે મહેબુબા મુફ્તી, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાડયુ જેવા નેતાઓ સાથે કેવી રીતે સરકાર ચલાવી હતી. અમે વિરોધી વિચારધારા ના હોવાના કારણે ભેગા બેસતા સમય લાગે છે. આથી અમને કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત કરવામાં સમય લાગી રહ્યો છે. હવે અમારી પાસે 6 મહિનાનો સમય છે.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે