Weight loss: ડિનર પછી આ 5 કામ કરવા, ધીરેધીરે શેપમાં આવી જાશે બોડી, ઓછું થઈ જશે વજન

Weight loss Tips: આજે તમને 5 એવા કામ વિશે જણાવીએ જેને રાત્રે જમ્યા પછી કરવાથી ધીરેધીરે વજનમાં ઘટાડો થવા લાગે છે અને બોડી શેપમાં આવી જાય છે. 

Weight loss: ડિનર પછી આ 5 કામ કરવા, ધીરેધીરે શેપમાં આવી જાશે બોડી, ઓછું થઈ જશે વજન

Weight loss Tips: જો તમારું વજન પણ વધી રહ્યું છે અને શરીર બેડોળ દેખાય છે તો આજે તમને કેટલાક સરળ અને અસરકારક ઉપાય જણાવીએ. આ ઉપાય કરીને તમે વજનને કંટ્રોલ કરી શકો છો અને બોડીને પણ શેપમાં રાખી શકો છો. મોટાભાગના લોકો રાત્રે જમ્યા પછી કેટલીક ભૂલ કરે છે જેના કારણે પેટ પર ચરબી જામી જાય છે. જો રાત્રે જમ્યા પછી તમે આ કામ કરો છો તો વજન ઓછું થઈ શકે છે. 

રાત્રે જમ્યા પછી શું કામ કરવા ?

- જમ્યા પછી 10 થી 15 મિનિટ ધીરે ધીરે ચાલવું. તેનાથી પાચન ક્રિયા સુધરે છે. જમ્યા પછી તુરંત સુઈ જવાથી કે બેસી જવાથી ચરબી વધે છે.

- જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ પછી પાણી પીવું. જમવાની સાથે પાણી પીવાનું પણ ટાળવું. જમ્યા પછી તુરંત કે ભોજન ની સાથે પાણી પીવાથી મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે..

- રાત્રે જમ્યા પછી ઊંડા શ્વાસ લેવા. તેનાથી સ્ટ્રેસ ઘટે છે અને શાંતિ મળે છે. જમ્યા પછી થોડીવાર વજ્રાસનમાં બેસવું. તેનાથી શરીર અને મન બંનેને ફાયદો થાય છે. 

- જમ્યા પછી તુરંત જ પથારીમાં આડા પડીને ફોનનો ઉપયોગ કરવો નહીં. તેનાથી શરીરમાં ચરબી વધે છે અને સાથે જ સ્કીન અને આંખ પણ ખરાબ થાય છે. કલાકો સુધી એક જગ્યાએ બેસીને સ્ક્રીન સામે જોવાથી શરીરમાં ફેટ જામવા લાગે છે તેના બદલે થોડું હલનચલન કરવાનું રાખવો. 

- રાત્રે જમ્યા પછી હળવી સ્ટ્રેચીંગ એક્સરસાઇઝ કરવી તેનાથી સ્નાયુ રિલેક્સ થશે અને વજન પણ ઓછું થશે. તમે આ પાંચ સરળ કામની શરૂઆત કરીને વેટ લોસ જર્નીની શરૂઆત કરી શકો. નિયમિત આ પાંચ નિયમને ફોલો કરશો તો વજનમાં ઘટાડો થતો જોવા મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news