Cooking Oil And Cancer: શું રસોઈમાં વપરાતા તેલથી વધી શકે છે કેન્સરનો ખતરો? અમેરિકાના અભ્યાસમાં મોટો દાવો

Seed oils cause inflammation: બીજનું તેલ સોજાનું કારણ બને છે, જે કેન્સરના વિકાસ અને પ્રગતિમાં વધુ વધારો કરી શકે છે. યુવાનોમાં કેન્સરના વધતા જતા કેસ વિશે જાણીએ.

Cooking Oil And Cancer: શું રસોઈમાં વપરાતા તેલથી વધી શકે છે કેન્સરનો ખતરો? અમેરિકાના અભ્યાસમાં મોટો દાવો

Cooking Oil: રસોઈ માટે વપરાતું તેલ પણ હવે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની રહ્યું છે. આ તેલ વિવિધ પ્રકારના હોઈ શકે છે અને રસોઈ બનાવવાની રીતથી તેની પસંદગી કરવામાં આવે છે. રાંધવામાં વપરાતા તેલનો મુખ્ય હેતુ ખોરાકને તળતી વખતે, શેકતી વખતે, ફ્રાય વખતે તેની નરમતાને વધારવાનો હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે રસોઈનું તેલ પણ કેન્સરનું કારણ બની શકે છે. હા, અમેરિકી સરકાર દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી કહે છે કે રાંધણ તેલ ખાસ કરીને યુવાનોમાં કેન્સરનું કારણ બની શકે છે. આ અભ્યાસ મેડિકલ જર્નલ ગટમાં પ્રકાશિત થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યમુખી, દ્રાક્ષના બીજ, કેનોલા અને મકાઈ જેવા બીજના તેલનું વધુ પડતું સેવન કેન્સરનું જોખમ વધારી શકે છે.

શું સામે આવ્યું રિસર્ચમાં?
કોલોન કેન્સરથી પીડિત 80 દર્દીઓ પર જ્યારે સંશોધન કરવામાં આવ્યું, ત્યારે એવું જોવા મળ્યું હતું કે તેમની પાસે બાયોએક્ટિવ લિપિડ્સનું સ્તર ઉંચું છે જે સીડ્સના તેલોને બ્રેકડાઉન કર્યા પછી બને છે. આ સંશોધનમાં 30 થી 85 વર્ષની વયના લોકોના 81 ટ્યૂમર નમૂનોનું અવલોકન કરવામાં આવ્યું અને તેમના કેન્સરગ્રસ્ત ગાંઠોમાં લિપિડનું પ્રમાણ વધુ હોવાનું કારણ બીજ તેલ માનવામાં આવ્યું હતું. 1900ના દશકની શરૂઆતંમાં મીણબત્તી બનાવનાર વિલિયમ પ્રોક્ટરે  સાબુમાં એનિલમ ફેટના સસ્તા વિકલ્પ માટે સીડ્સથી તેલ બનાવ્યું હતું. જોકે, જલ્દીથી તે અમેરિકિઓની હાઈટનું મુખ્ય ભાગ બની ગયું હતું.

સીડ્સ તેલ અને કેન્સર વચ્ચેનો સંબંધ
અગાઉના સંશોધનમાં બીજના તેલની સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો સામે આવી હતી. જેના કારણે શરીરમાં સોજો આવી શકે છે. જો કે, સીડ્સ તેલ બ્રેક ડાઉન કરનાર બાયોએક્ટિવ લિપિડ્સ કોલન કેસ્નસરને ઝડપથી વિકસિત કરવામાં મદદ કરી શકે છે અને શરીરને ગાંઠ સામે લડતા પણ અટકાવી શકે છે. બીજના તેલમાં ઓમેગા-6 અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. સંશોધન મુજબ બીજના તેલના વધુ પડતા સેવનથી થતી બળતરા કેન્સરના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. જો કે આ અંગે સંશોધન હજુ ચાલુ છે.

રસોઈ તેલ કેવી રીતે પસંદ કરવું?
સ્વાસ્થ્ય માટે: જો તમે હેલ્ધી ડાયટ પર છો તો ઓલિવ ઓઈલ, જેમ કે ઓલિવ તેલ કે સુર્યમુખી તેલ જેવા હળવા તેલની પસંદગી કરવી વધુ સારું છે.

રસોઈ પદ્ધતિ અનુસાર: મગફળી અથવા સોયાબીન તેલ તળવા માટે સારું છે, જ્યારે સલાડ અને હળવા ખોરાક બનાવવા માટે ઓલિવ તેલ શ્રેષ્ઠ વિકલ્પ છે.

સ્વાદ અને સુગંધ માટે: જો તમને ખાસ સ્વાદ જોઈતો હોય તો તમે તલ કે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news