આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
Unique Temple: આ મંદિરમાં દર્શન દરમિયાન ભક્તોને કેટલીક વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે મંદિરમાં પગ ઢસડીને ચાલવાનું હોય છે. કેમ કે પગ ઉપાડવાથી પગ નીચે ઉંદરો આવી જવાનો ડર રહે છે, જેના કારણે તેઓ મરી શકે છે અથવા ઘાયલ થઈ શકે છે.
Trending Photos
Karni Mata Temple Rajsthan: મોટાભાગના ઘરોમાં ઉંદરોનું આવવું અને જવું સામાન્ય બાબત છે. ઘણી વખત ઘરમાં ઉંદરોના સતત આવવાથી લોકો પરેશાન થઈ જાય છે. જેના કારણે તેઓ તેને બહારનો રસ્તો બતાવવા માટે વિવિધ યોજનાઓ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં ઉંદરોની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે.
મંદિરમાં ઉંદર હોવાથી આ મંદિરનો ઉંદરોનું મંદિર અથવા મૂષક મંદિર (Rat Temple) નામે પણ ઓળખવામાં આવે છે. આમ તો આ મંદિરનું નામ કરણી માતા મંદિર (Karni Mata Temple) છે. કરણી માતા મંદિર (Karni Mata Temple) ની સૌથી અનોખી વાત એ છે કે અહીં ઉંદરનો એઠોં પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. જો કોઇ ઉંદર કોઇ વસ્તુને એંઠી કરી દે તો લોકો તેને ફેંકી દે છે, પરંતુ અહીં મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ જ ભક્તોને આપવામાં આવે છે.
જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ
રાજસ્થાનના બિકાનેરનું કરણી માતાનું મંદિર:
ભારતમાં ઘણા મંદિરો છે અને દરેક મંદિરની પોતાની વિશેષતા છે. આવું જ એક અનોખું મંદિર રાજસ્થાનના બિકાનેરમાં છે, જેને કરણી માતાનું મંદિર કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ આ મંદિરને ઉંદરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ મંદિરમાં 25,000થી વધારે ઉંદરો છે. આ ઉંદરોને માતાના બાળકો કહેવામાં આવે છે.
પતિએ મોતને વ્હાલું કર્યું પણ પત્ની ના હારી, 7000 કરોડનું દેવું... CCD ને બચાવી
ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક
મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ છે:
આ મંદિરમાં દર્શન દરમિયાન ભક્તોને કેટલીક વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે મંદિરમાં પગ ઢસડીને ચાલવાનું હોય છે. કેમ કે પગ ઉપાડવાથી પગ નીચે ઉંદરો આવી જવાનો ડર રહે છે, જેના કારણે તેઓ મરી શકે છે અથવા ઘાયલ થઈ શકે છે. એટલા માટે અહીં ચાલતી વખતે જમીન પરથી પગ ઉપાડવાની મનાઈ છે. ભારતનું આ અનોખું મંદિર બિકાનેરથી લગભગ 30 કિમી દૂર દેશનોકમાં આવેલું છે. ઉંદરોના પગ નીચે આવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કરણી માતાને મા જગદંબા તરીકે પણ ઓળખવામાં આવે છે.
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
અનોખા મંદિરની અદ્ભુત કહાની:
આ અદ્ભુત મંદિરમાં કાળા ઉંદરો ઉપરાંત કેટલાક સફેદ ઉંદરો પણ જોવા મળે છે. આ સફેદ ઉંદરોને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે કે જ્યારે કરણી માતાના બાળકો, તેમના પતિ અને તેમની બહેનનો પુત્ર લક્ષ્મણ કપિલ સરોવરમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થયું. તેના પછી માતાએ પોતાના પુત્રને જીવતો કરવા માટે યમરાજને ઘણી પ્રાર્થના કરી. ત્યારબાદ યમરાજ તેમને ફરીથી જીવન આપવા માટે મજબૂર થયા પરંતુ તેનું જીવન ઉંદરોના રૂપમાં શરૂ થયું. ત્યારથી આ મંદિરોમાં ઉંદરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.
આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, લગાવી શકો છો રૂપિયા
VIDEO: શું તમે ક્યારેય ઉંદરને ભગવાનની ભક્તિ કરતો જોયો છે? આરતી સમયે વગાડે છે તાળી
Hyundai Exter થઇ ગઇ લોન્ચ, કિંમત 6 લાખથી ઓછી, 5 તસવીરોમાં જુઓ ફીચર્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે