Banana Face Pack: 4 રીતે કેળાનો ચહેરા પર કરી શકાય છે ઉપયોગ, થોડા જ દિવસોમાં ચમકી જાશે ત્વચા

Banana Face Pack: કેળામાં રહેલું પોટેશિયમ સ્કીન સેલ્સમાં ઓક્સિજન અને બ્લડ વધારે છે જેના કારણે સ્કીન પર નેચરલ ગ્લો વધે છે. આજે તમને કેળામાંથી બનતા ચાર ફેસપેક વિશે જણાવીએ. કેળામાં અલગ અલગ વસ્તુઓ ઉમેરીને તમે સ્કિન પર લગાડી શકો છો. 

Trending Photos

Banana Face Pack: 4 રીતે કેળાનો ચહેરા પર કરી શકાય છે ઉપયોગ, થોડા જ દિવસોમાં ચમકી જાશે ત્વચા

Banana Face Pack: કેળા સ્વાસ્થ્ય માટે જેટલા ફાયદાકારક છે તેટલા જ ત્વચા માટે પણ લાભકારી છે. કેળામાં એવા ઘણા તત્વ છે જે સ્કીનને હેલ્ધી રાખે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે જે સ્કીન સેલ્સને સાફ કરે છે અને ચહેરા પર ગ્લો લાગે છે. પોટેશિયમ સ્કીન સેલ્સમાં ઓક્સિજન અને બ્લડ વધારે છે જેના કારણે સ્કીન પર નેચરલ ગ્લો વધે છે. 

ટૂંકમાં કહીએ તો કેળા સ્કીન માટે વરદાન સમાન છે. આજે તમને કેળામાંથી બનતા ચાર ફેસપેક વિશે જણાવીએ. કેળામાં અલગ અલગ વસ્તુઓ ઉમેરીને તમે સ્કિન પર લગાડી શકો છો. આ ચાર ફેસપેક ત્વચાની મોટાભાગની સમસ્યાઓને દૂર કરી દેશે અને તમારી ત્વચાને થોડા જ દિવસોમાં ચમકાવી દેશે. 

કેળાથી બનતા ફેસપેક

ઓટ્સ અને કેળા

એક કેળાની પેસ્ટ કરી તેમાં ઓટ્સનો પાઉડર ઉમેરો. હવે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાડો. 10 મિનિટ પછી હળવા હાથે મસાજ કરીને તેને સાફ કરી લો.

મધ અને કેળા

બનાવવા માટે એક બાઉલમાં કેળાની પેસ્ટ કરી લો. હવે તેમાં એક ચમચી મધ મિક્સ કરો. ત્યાર પછી તેને ચહેરા પર લગાડો અને મસાજ કરો. 15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો.

દૂધ અને કેળા

જે લોકોની સ્કીન ડ્રાય હોય તેમણે દૂધ અને કેળાનો આ ફેસપેક ટ્રાય કરવો જોઈએ. એક કેળાને મેશ કરીને તેમાં કાચુ દૂધ અને ગુલાબજળ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા પછી ચહેરા પર 15 મિનિટ સુધી લગાડો. 

કેળા અને દહીં

ચહેરા પર જો કરચલીઓ પડવા લાગી હોય અને ડાઘ થપા દેખાતા હોય તો કેળા અને દહીંનો આ ફેસપેક લગાડો. તેના માટે એક કેળાની પેસ્ટ કરી તેમાં દહીં મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર 20 મિનિટ સુધી લગાડો અને પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news