રામકુટી પુષ્કર: બ્રહ્માજીની પવિત્ર નગરી જ્યાં પહોંચ્યા બાદ તમામ તણાવો અને થાક વિસરી જાય છે...
વિશ્વ પ્રસિદ્ધ બ્રહ્મા મંદિરથી માત્ર 1.20 માઇલ દૂર સ્થિત, "રામકુટી" તેના દૈવી અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે મુમુક્ષુ યાત્રિકોને ખૂબ જ વ્યાજબી દરે અનેક સુવિધાઓ પ્રદાન કરતું દિવ્યધામ છે અને આ જ કારણે તે સમગ્ર પુષ્કરમાં લોકપ્રિય છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: આધ્યાત્મિકતાની શોધમાં ભગવાન બ્રહ્માજીની પવિત્ર નગરી પુષ્કર આવતા યાત્રિકો ઓ માટે "રામકુટી" એક અદ્ભુત નજરાણું છે. વિશ્વ પ્રસિદ્ધ બ્રહ્મા મંદિરથી માત્ર 1.20 માઇલ દૂર સ્થિત, "રામકુટી" તેના દૈવી અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે મુમુક્ષુ યાત્રિકોને ખૂબ જ વ્યાજબી દરે અનેક સુવિધાઓ પ્રદાન કરતું દિવ્યધામ છે અને આ જ કારણે તે સમગ્ર પુષ્કરમાં લોકપ્રિય છે.
અહીં યાત્રિકો માટે ખૂબ જ સસ્તા દરે એસી રૂમમાં નિવાસ, સત્વિક ભોજનની સુવિધા, મફત અને ખાનગી પાર્કિંગ સાથે નિ:શુલ્ક Wi-Fi ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પુષ્કરમાં આદરણીય સંત પૂજ્ય રણછોડદાસજી મહારાજે "રામધન" નામે આશ્રમ સ્થાપ્યો હતો. એ જ આશ્રમની બરાબર સામે, ગુરુદેવના ભક્તો હરિભાઈ નથવાણી અને ભગીરથભાઈ નથવાણીએ "રામકુટી" નામે પોતાનો નિવાસ બંધાવ્યો હતો. રણછોડદાસજી મહારાજ આ "રામકુટી"ના ભોંયરામાં આરામ અને ધ્યાન કરતા રહેતા.
ગુરુદેવના દેહોત્સર્ગ બાદ રામકુટીની માલિકી જ્યોતિબેન મનુભાઈ ફાઉન્ડેશનને સોંપવામાં આવી. આ ફાઉન્ડેશનની સ્થાપના મનુભાઈ માધવાણીએ પોતાનાં પત્ની જ્યોતિબેનની યાદમાં કરી હતી. જ્યોતિબેન ફાઉન્ડેશને રામકુટીનો વિસ્તાર કર્યો, અને તેના પરિસરમાં એક અતિથિ ગૃહનું નિર્માણ કરાવ્યું. જ્યાં યાત્રિક નિવાસ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ કારણે રામકુટીની ખ્યાતિ સમગ્ર પુષ્કરમાં ફેલાઈ ગઈ.
આરામદાયક અને સ્વચ્છ રૂમ, ખાનગી બાથરૂમ, નિજી પાર્કિંગ, શુદ્ધ અને શાકાહારી ભોજન, ધ્યાન અને સાધના માટે એકાંત સ્થાન, હરિયાળીથી સજ્જ રમણીય સંકુલ...જે કોઈ યાત્રિકો અહીં મુલાકાત લે છે, તેમને આશ્રમમાં જ દિવ્યતાની અનુભૂતિ અને પોતાના ઘર જેવી સાનુકૂળતાનો અનુભવ થાય છે. પુષ્કરના યાત્રીઓ માટે સરળ ચેક-ઇન પ્રક્રિયા, ઉષ્માભર્યું સ્વાગત અને ઉત્તમ સેવાને કારણે સૌ હૉટલ કરતાં "રામકુટી"ને વધુને વધુ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તમામ યાત્રીઓના સકારાત્મક પ્રતિભાવો અને અનુભવોએ રામકુટીની લોકપ્રિયતાને આસમાનની ઊંચાઈ આપી છે.
રામકુટી માત્ર એકાકી યાત્રી માટે જ નહીં, પરંતુ પરિવાર સાથે આવતા પ્રવાસીઓ માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બની ગયું છે. પુષ્કર શહેરની મધ્યમાં જ હોવાથી, રામકુટીથી અન્ય પ્રવાસન સ્થળોએ જવાનું ખૂબ જ સરળ બને છે. વરાહ મંદિરથી માત્ર 14 મિનિટમાં ચાલીને "રામકુટી" પહોંચી શકાય છે. રામકુટી યાત્રિકોને માત્ર શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ જ પ્રદાન નથી કરતું, પરંતુ તેમને સનાતનના ધાર્મિક વારસા સાથે ભારતીય સ્થાપત્યનો પણ અસરકારક કરાવે છે. "રામકુટી" માત્ર એક ગેસ્ટ હાઉસ નથી, પરંતુ પુષ્કરના જીવંત અને સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો પરિચય કરાવતું પ્રવેશદ્વાર છે.
દર વર્ષે વિશ્વભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પુષ્કર આવે છે. જેઓ રાજસ્થાનની સંસ્કૃતિને નજીકથી અનુભવી વાર્ષિક ઉત્સવ "પુષ્કર મેળા"નો આનંદ પ્રાપ્ત કરે છે. પૂજ્ય રણછોડદાસજી મહારાજના વિદેશી અનુયાયીઓ પણ શાંતિની શોધમાં પુષ્કર તરફ વળે છે. આ દરેકને રામકુટીનું શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ અનોખો અહ્લાદ આપે છે. જેના કારણે આખું વર્ષ "રામકુટી"ના ઓરડાઓ ભરચક રહે છે.
રામકુટીની તમામ વ્યવસ્થા અને દેખભાળ જ્યોતિબેન મનુભાઈ ફાઉન્ડેશન દ્વારા જ કરવામાં આવે છે. હવે તો સંતશ્રી પૂજ્ય રણછોડદાસજી મહારાજના અનુયાયીઓ જ નહીં, પરંતુ પુષ્કરની ધાર્મિક યાત્રાએ આવતાં અન્ય યાત્રીઓ પણ તેનો લાભ લઈ રહ્યા છે. વ્યસ્ત શહેરી જીવનશૈલીથી દૂર, શાંતિની શોધમાં પુષ્કર આવતા પ્રવાસીઓ માટે રામકુટી એક આદર્શ આરામ સ્થળ છે...
Disclaimer - (This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article. The IDPL Editorial team is not responsible for this content.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે