Ind vs Pak U19: અન્ડર-19 વિશ્વકપની સેમિફાઇનલમાં ભારત-પાક વચ્ચે મુકાબલો
ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ કોઈ ટૂર્નામેન્ટમાં એકબીજા વિરુદ્ધ રમે છે, મુકાબલો રોમાંચક હોય છે. મંગળવારે બંન્ને ટીમો અન્ડર-19 વિશ્વકપની પહેલી સેમિફાઇનલમાં ટકરાશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર આમને-સામને થવા જઈ રહી છે. આ મેચ છે અન્ડર-19 વિશ્વકપની સેમિફાઇનલની. આ બંન્ને ટીમો માટે કરો યા મરો મુકાબલો હશે. જો પણ ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે અને હારનારી ટીમનું વિશ્વ વિજેતા બનવાનું સપનું તૂટી જશે.
ભારત અને પાકિસ્તાનની ટીમો જ્યારે પણ કોઈ ટૂર્નામેન્ટમાં એકબીજા વિરુદ્ધ રમે છે, મુકાબલો રોમાંચક હોય છે. મંગળવારે બંન્ને ટીમો અન્ડર-19 વિશ્વકપની પહેલી સેમિફાઇનલમાં ટકરાશે. અત્યાર સુધી અન્ડર19 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 મેચ રમાઇ છે. તેમાંથી 5 વખત પાકિસ્તાન તો ચાર વાર ભારતીય ટીમને વિજય મળ્યો છે.
વિશ્વકપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન
અન્ડર-19 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988થી લઈને (1988, 1998, 2002, 2004, 2006, 2010, 2012, 2014 and 2018) 2018 સુધી કુલ 9 મુકાબલા રમાયા છે. જેમાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ એક જીત વધુ મેળવી છે. પાંચ વખત પાક તો ચાર વખત ભારતનો વિજય થયો છે.
છેલ્લા ત્રણ મુકાબલામાં હાર્યું પાકિસ્તાન
પાછલા વિશ્વકપની સેમિફાઇનલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. ટીમ ઈન્ડિયાએ અહીં પાકિસ્તાનને 203 રનથી કારમો પરાજય આપીને ટૂર્નામેન્ટની બહાર કર્યું હતું. 2014માં પણ બંન્ને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. લીગ સ્ટેજમાં સરફરાઝ ખાનની અડધી સદીની મદદથી ભારકે 40 રને વિજય મેળવ્યો હતો. 2012માં રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ક્વાર્ટર ફાઇનલમાં હરાવીને બહારનો રસ્તો દેખાડ્યો હતો.
IND vs NZ 5મી ટી20: સ્લો ઓવર રેટ, આઈસીસીએ ફરી ભારતીય ટીમ પર ફટકાર્યો દંડ
2010માં રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં પાકિસ્તાને ભારતને 2 વિકેટે હરાવી રોમાંચક જીત મેળવી હતી. 2006માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની ફાઇનલ રમાઇ હતી. અહીં સરફરાઝ અહમદની આગેવાનીમાં પાક ટીમે 38 રને જીત મેળવી વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.
2004માં સેમિફાઇનલમાં બંન્ને ટીમો આમને-સામને હતી જ્યાં પાકિસ્તાનને જીત મળી હતી. 2002માં પાકિસ્તાને ભારતને ગ્રુપ સ્ટેજમાં 2 વિકેટથી હરાવ્યું હતું જ્યારે 1998માં બંન્ને વચ્ચે સુપર-8 મુકાબલામાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. 1988ના ગ્રુપ સ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનને 68 રને જીત મળી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે